પાલનપુર પાસેના બાદરપુરા ખાતે આવેલી બનાસડેરી સંચાલિત બનાસ ઓઈલ મિલ ખાતે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી રજની પટેલ, મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયા સહિતના આગેવાનો તથા કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.
નિરામય ગુજરાતનું લોકાર્પણ કર્યું. જેમાં ઘરે ઘરે જઈને લોકોનું સ્કેનિંગ કરાશે. રોગનું નિદાન થશે. સરકારે કચેરીમાં બેસીને કામ કરે એ શક્ય નથી. જનતા સુધી જવું પડે. કાર્યકર્તાઓ કામ કરે છે એના ભરોસે પાર્ટી ચાલે છે. કાર્યકર્તાઓની મહેનત પણ મહત્ત્વની છે. કોઈને કહેવાનું રહી જાય તો ખોટું ન લગાડે. અહીં પ્રેસવાળા હોય એટલે બહુ બોલાય નહીં. હું જે વાત કહું છું એમાં તમે આપોઆપ સમજી જાવ. અમારો વારો આવે એટલે અમને જ ખબર છે કે, અમારો વારો કેવો પડે છે. તમને એવું છે કે,ખુરશી બેસીને અમે આરામ કરીએ છીએ. આવનારા દિવસોમાં લોકો પક્ષ માટે કામ કરીને ભાજપને હજું વધારે મજબુત બનાવે.
આ સાથે વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. અહીં મુખ્યમંત્રીએ તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પક્ષ માટે મહેનત કરીને કામ કરવાની અપીલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં સ્નેહમિલન કાર્યક્રમ હેતું આવેલા મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત થોડી રમૂજથી કરી હતી. મંચ પરથી સંબોધન કરતા કહ્યું હતું કે, બધાના નામ ન બોલીએ તો કોઈને ખોટું લાગી જાય. ટૂંકાગાળામાં તમારે બોલવું પડે છે કે, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી હજુ ક્યાં લોકો મને ઓળખે છે. લોકો કમળને ઓળખે છે. આપણે ચૂંટણી દરમિયાન નાની નાની વસ્તુઓને સાચવી લેવાની છે. કારણ કે, ચૂંટણી સમયે જ લોકો તડ પડાવતા હોય છે.
જ્યારે તમે મને મળો ત્યારે લાગે નહીં કે તમે મુખ્યમંત્રી સાથે બેઠા છો. તમને અવશ્ય એવું જ લાગે કે, તમે કોઈ તમારા જોડે બેઠા છો. તમે વિકાસના કામને લઈને ગાંધીનગર આવો, આપણે તમામ વિકાસના કામ કરીશું. કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના કાળમાં પણ વિકાસના કામ ચાલું રાખ્યા હતા. કોરોના વાયરસની મહામારીમાં જ્યાં બાપે દીકરાને છોડી દીધા, બેટાએ બાપને છોડી દીધા પણ આપણે ભાજપના કાર્યકર્તાઓએ લોકોની સેવા કરી છે. જેના પરિણામે આપણે ત્યાં જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાની ચૂંટણી જીત્યા.