કોરોનાકાળમાં લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા બોલિવૂડ સ્ટાર સોનુ સુદ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. પંજાબના રાજકારણમાં અચાનક આ સવાલ વાયુવેગે ફેલાઈ ગયો છે. પંજાબ કોંગ્રેસના ચીફ નવજોત સિદ્ધુ સોનુ સુદને મળવા માટે મોગા પહોંચી શકે છે. સિદ્ધુના આવવાના સમચાર મળતાની સાથે જ મોગામાં સોનુના ઘરે ચહલ પહલ વધી ગઈ છે. મોટા મોટા પ્રશાસનિક અને પોલીસ ઓફિસરો ત્યાં પહોંચી રહ્યાં છે અને સુરક્ષાનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સોનુ સુદ શુક્રવારે જ ચંદીગઢમાં સીએમ ચરણજીત ચન્નીને મળ્યાં હતાં. તેની સાથે પંજાબ કોંગ્રેસના ઈન્ચાર્જ હરીશ ચૌધરી પણ હતાં. ત્યાં શું વાત થઈ તે અંગે જાણકારી મળી રહી નથી. મીટીંગ અને તેના પ્રવાસને કોંગ્રેસે ગુપ્ત રાખ્યો છે. સમગ્ર મામલા ઉપર કાલે સોનુ સુદે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કરી શકે છે. આ પહેલા સોનુ સુદને આપ તરફથી સીએમનો ચહેરો બનાવવાની પણ ચર્ચા થઈ રહી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ જાણવા માંગે છે કે સોનુ સુદ ચૂંટણી લડવા માંગે છે કે પછી પરિવારના કોઈ સદસ્યની ટિકીટ ઈચ્છે છે. સોનુ સુદ મોગામાં રહેનારા છે. તેની બહેન જમીની સ્તર ઉપર રાજનીતિમાં ખુબ જ સક્રિય છે.
સોનુ સુદે કોરોનાકાળ બાદ ખુબ લોકપ્રિયતા મેળવી છે. ચર્ચા એ પણ સામે આવી રહી છે કે પંજાબ સરકાર તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માગે છે. કારણ કે તાજેતરમાં જ વીજળી, પેટ્રોલ, ડીઝલ સાથે જોડાયેલા કેટલાક નિર્ણયોનો પ્રચાર થઈ શકે. સોનુ પહેલા કેપ્ટન અમરિંદર સિંહના સીએમ રહેતા પંજાબમાં કોરોના જાગરૂકતા માટે બ્રાન્ડ એમ્બેસેડર રહી ચુક્યાં છે. સોનુ સુદ થોડા દિવસ પહેલા જ પંજાબના રાજકારણમાં ચર્ચામાં આવ્યાં હતાં. ત્યારે તેણે એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, નેતાઓને મેનિફેસ્ટો વિશે તે જનતા સામે એગ્રીમેન્ટ કરવું જોઈએ. પછી જીત્યા બાદ શપત લેતા સમયે જ રાજીનામુ પણ રાખવું જોઈએ. જો તે નક્કી કરેલા સમય ઉપર વાયદાઓ પુર્ણ ન કરે તો તેણે રાજીનામુ આપી દેવું જોઈએ.
સોનુ સુદ આ પહેલા આપના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાસ સાથે પણ મુલાકાત કરી ચુક્યાં છે. આ જ કારણે ક્યાંક કયાસ લગાવવામાં આવી રહ્યો છે. પંજાહમાં આમ આદમી પાર્ટની સીએમનો ચહેરો બની શકે છે. તેને લઈને પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સોનુ સુદ હંમેશા સક્રિય રાજનીતિમાં આવવાથી દુર રહ્યાં છે. તે બોલિવૂડમાં જ કામ કરવા ઉપર જ ધ્યાન આપી રહ્યાં છે.