હવામાં વધતું પ્રદૂષણ ભારત ની જ નહીં પણ દુનિયાના મોટાભાગના દેશનીચિંતાનો વિષય છે.અને તેને નિયંત્રણમાં લેવા અત્યંત જરૂરી બન્યું છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQ Air સેવા તરફથી દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત 10 શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. આ યાદીમાં 556ની સરેરાશ AQI સાથે રાજધાની દિલ્હી ટોચ પર છે, જ્યાં શિયાળો નજીક આવતા જ પ્રદુષણ એકા-એક વધી જાય છે. વિઝિબિલિટીમાં પણ ઘણો ફેર પડે છે.આ યાદીમાં કોલકાતા ચોથા અને મુંબઈ છઠ્ઠા ક્રમે છે. દિલ્હીના પગલે મુંબઈ અને કોલકાતામાં પણ દિવસે દિવસે પ્રદુષણ વધી રહ્યું છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે સ્વાસ્થ્ય કટોકટીની ચિંતા વધી રહી છે.
દિલ્હીની હવા શ્વાસ લેવા માટે યોગ્ય નથી. નિષ્ણાતોએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. DSS વિશ્લેષણ દર્શાવે છે કે શુક્રવારના રોજ, ડાંગરના પરાળીની આગમાં દિલ્હીના PM 2.5 2.5 માઇક્રોમીટરથી ઓછા વ્યાસવાળા અલ્ટ્રાફાઇન પાર્ટિક્યુલેટ મેટરના 15 ટકા ફાળો હતો. સ્થાનિક વાહનોના ઉત્સર્જનનો ભાગ 25 ટકા હતો. ઘરમાંથી ઉત્સર્જનનો ફાળો 7 ટકા હતો. દિલ્હીના કણોના સ્તરો અને ઉદ્યોગોના ટકા અને તેની પરિઘ શહેરની પ્રદૂષણ પ્રોફાઇલના 9-10 ટકા છે.
વિશ્વમાં પણ પ્રદૂષણના કારણે કઇક આવી જ સ્થિતિ છે. જેથી Cop26 જેવી પરિષદોમાં ક્લાઈમેટ ચેન્જ પર ગંભીર ચર્ચા થઈ રહી છે, ત્યારે સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirની એર ક્વોલિટી એન્ડ પોલ્યુશન સિટી ટ્રેકિંગ સર્વિસે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર પાડી છે, જેમાં ભારતના ત્રણ શહેરો છે. આ યાદીમાં પાકિસ્તાન અને ચીનના વિસ્તારો પણ સામેલ છે.
દિલ્હી, ભારત (AQI: 556)
લાહોર, પાકિસ્તાન (AQI: 354)
સોફિયા, બલ્ગેરિયા (AQI: 178)
કોલકાતા, ભારત (AQI: 177)
ઝાગ્રેબ, ક્રોએશિયા (AQI:173)
મુંબઈ, ભારત (AQI:169)
બેલગ્રેડ, સર્બિયા (AQI:165)
ચેંગડુ, ચીન (AQI:165)
સ્કોપજે, ઉત્તર મેસેડોનિયા (AQI:164)
ક્રેકો, પોલેન્ડ (AQI:160)