અમેરિકાની કંપની ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે બુધવારે એક વાયરલ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા આવતા જ અનેક લોકોને એનું ઘેલું લાગ્યું છે. તો કેટલાક લોકોને આની ખોટી આદત પડી ગઈ છે. જે છોડાવવા માટે અનેક લોકો ઘણા પ્રયત્નો કરતા હોય છે. પણ એક વ્યક્તિએ ફેસબુકની લત છોડાવવા માટે એક યુવતીને થપ્પડ મારવાની ડ્યૂટી સોંપી દીધી છે. આ વીડિયોમાં એક મહિલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો ઉપયોગ કરનારા પુરુષને વારંવાર થપ્પડ મારતી જોવા મળે છે. કારણ કે આ યુવક ફેસબુકની લતથી ગ્રસ્ત છે.
I'm the guy in this picture. Is @elonmusk giving me two emojis the highest I'll ever reach? Is this my icarus flying too close to the sun moment? Was that implied by the fire symbols elon posted? Time will tell.
— Maneesh Sethi (@maneesh) November 10, 2021
વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલા વ્યક્તિનું નામ મનીષ સેઠી છે. જે અમેરિકાના મહાનગર સાન ફ્રાન્સિસકોમાં રહેતો એક બ્લોગર છે. જે વિયરેબલ ટેક સ્ટાર્ટઅપ પાવલોકનો ફાઉન્ડર પણ છે. જ્યારે પણ ફેસબુકનો ઉપયોગ સેઠીએ કરે ત્યારે થપ્પડ મારવા માટે એક મહિલાને કામ પર રાખી હતી. કારા નામની મહિલાને કથિત રીતે કામ પર રાખવામાં આવી હતી. તે મહિલાને કામ માટે લગભગ 8 ડોલર પ્રતિ કલાકની ચૂકવણી કરવામાં આવી હતી. આ મહિલાને માત્ર થપ્પડ મારવાનું જ કામ સોંપવામાં આવ્યું હતું. બાજુમાં બેઠેલી વ્યક્તિને સોશિયલ મીડિયા પર જરૂર કરતા વધુ સમય વિતાવવા પર થપ્પડ મારતી હતી. એક બ્લોગમાં સેઠીએ કહ્યું કે તે એક મહિલાને લાફો મારવા માટે કામ રાખીને પોતાની ઉત્પાદકતાને 35-40% થી વધારીને 98% કરવામાં સક્ષમ રહ્યો હતો. આ પ્રયોગ 9 વર્ષ પહેલા સેઠીએ પોતાના પર જ અજમાવ્યો હતો. જો કે ઉત્પાદકતા વધારવાના આ અનોખા પગલા તરફ મસ્કનું ધ્યાન હવે ગયું છે. જેના પર તેણે પ્રતિક્રિયા આપી હતી. એલન મસ્કે 2 ફાયર ઈમોજી મોકલ્યા જેનાથી બ્લોગર ખુબ પ્રભાવિત થયો. થોડા જ સમયમાં સેઠીએ મસ્કને જવાબ આપતા અને પોતાના સ્ટાર્ટ અપ વિશે જણાવતા કહ્યું કે હું એ જ છોકરો છું જે આ તસવીરમાં જોવા મળી રહ્યો છે.