અમેરિકા સહિત વિશ્વના અનેક દેશ બાદ ભારતમાં પણ કોરોના રોધક રસીના બુસ્ટર ડોઝ એટલે કે ત્રીજો ડોઝ આપવાની દિશામાં તૈયારીઓ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. કોવેક્સિનના નિર્માતા ભારત બાયોટેકના એમડી ડૉ. કુષ્ણા એલ્લાએ કહ્યું કે, બીજો ડોઝ લીધાના છ મહિના બાદ એક બુસ્ટર ડોઝ લઈ શકાય છે. આ સંદર્ભે અંતિમ નિર્ણય સરકારે લેવાનો છે. ભારત બાયોટેક નેઝલ વેક્સીન એટલે કે, નાકમાં અપાય એવી રસીનું પરીક્ષણ થઈ રહ્યું છે.
ત્રણથી ચાર મહિનામાં આ વેક્સીન લૉન્ચ થાય એવા એંઘાણ છે. સીરિંજથી અપાતી રસીની તુલનામાં નાક વાટે અપાતી રસી વધારે અસરકારક હોવાનો દાવો ભારત બાયોટેકે કરી દીધો છે. બુસ્ટર ડોઝની વાત કરવામાં આવે તો અમેરિકાની કંપની ફાઈઝર બાયો એમટેકનો ડોઝ સંક્રમણ સામે 95.6 ટકા સુધીની સુરક્ષા આપે છે. બીજી તરફ બાળકોનું વેક્સિનેશન ડિસેમ્બરના આ સમયગાળાથી શરૂ થઈ શકે છે. ગંભીર બિમારી વાળા બાળકોને પહેલા વેક્સિન અપાશે. ભારતમાં જોકે હજુ સુધી બાળકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં નથી આવી.દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 44 કરોડ બાળકો હોવાનો અંદાજ છે. હાલમાં બાળકો માટેની વેક્સીન અંગે કોઈ પ્રકારનો નિર્ણય લેવાયો નથી. જેમા જે બાળકોને બિમારી હશે તેવા બાળકોના મતાપિતાએ પહેલા તે બિમારીનું સર્ટિફિકેટ બતાવવું પડશે. ઝાયકોવ ડી અને કોવેક્સિનની વેક્સિન બાળકોને આપવામાં આવે એવી પૂરી શક્યતાઓ છે.