જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંક (PNB)માં હોય તો આ ઉપયોગી સમાચાર આવ્યા છે. હવે ગ્રાહકોને બેંકમાં જમા રકમ પર ઓછું વ્યાજ મળશે. આ સ્કિમ બચત ખાતા પર લાગુ થશે.
પંજાબ નેશનલ બેંકે પોતાના ગ્રાહકોને ઝટકો આપતા, બેંકે રૂ.10 લાખ રૂપિયાથી નીચેના બચત ખાતા પર વ્યાજ દર ઘટાડીને વાર્ષિક 2.80% કર્યો છે. હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન અને પર્સનલ લોન લેનારાઓ માટે પણ સારા સમાચાર છે.
પબ્લિક સેક્ટરની બેંકે રૂ.10 લાખથી ઓછું અને રૂ.10 લાખથી વધારે સેવિંગ ખાતા ધરાવતા ખાતામાં દર 10BPS અને 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ નવી દર ડોમેસ્ટિક અને NRI બંનેના બચત ખાતા પર લાગુ રહેશે. જ્યારે ઉધાર દરને 5 અંકથી ઘટાડીને 6.50 ટકા કરવાની જાહેરાત કરી છે. PNBએ ગયા અઠવાડિયે તેના બેન્ચમાર્ક લોન દરમાં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6.50 ટકા કરવાની જાહેરાત કરી હતી. PNBએ એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે 8 નવેમ્બરથી રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ (RLLR) 6.55 ટકાથી બદલીને 6.50 ટકા કરવામાં આવ્યો છે. RLLRમાં ઘટાડા સાથે ઘર, કાર, શિક્ષણ, વ્યક્તિગત લોન સહિતની તમામ લોન સસ્તી થઈ જશે. બેંકે છેલ્લે 17 સપ્ટેમ્બરે તેનો RLLR 6.80 ટકાથી ઘટાડીને 6.55 ટકા કર્યો હતો. તા.8 નવેમ્બરના રોજ બેંકે પોતાના એક નિવેદનમાં એવું કહ્યું હતું કે, 2021ના વર્ષથી 6.65 ટકા કાર લોન પર સૌથી ઓછા વ્યાજદર પૈકી આપવામાં આવશે. જે હાલમાં 6.50 ટકાથી શરૂ થાય છે. આ એક આકર્ષક સ્કિમ બની રહેશે.
ઇલેક્ટ્રિક/ગ્રીન વાહનોને અપનાવવા તરફના સરકારના પ્રયાસોને વેગ આપવા માટે, PNB એ ઈ-વાહનો અને CNG વાહનો પર વ્યાજ દર ઘટાડીને 6.65% કર્યો છે, જ્યારે અન્ય કાર માટે તે 6.75% થી શરૂ થાય છે. બેંકે પર્સનલ લોન રેટ 5 બેસિસ પોઈન્ટ્સ (bps) ઘટાડીને 8.90% કર્યો છે. વધુમાં, 72 મહિનાની ચુકવણીની અવધિ સાથે વ્યક્તિગત લોનની મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.