HomeGujaratમોંઘા પેટ્રોલ ડીઝલથી મળશે રાહત, ગડકરીએ કહી આ વાત

મોંઘા પેટ્રોલ ડીઝલથી મળશે રાહત, ગડકરીએ કહી આ વાત

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વાહનોમાં ઈથેનોલને અન્ય ફ્યૂલની સરખામણીએ ઉત્તમ વિકલ્પ ગણાવતા તેના ઉપયોગ પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે આવનારા દિવસોમાં ‘ફ્લેક્સ-ફ્યૂલ એન્જિન’ ફરજિયાત કરી દેવાશે. મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકના એક કાર્યક્રમમાં સંબોધન કરતા ગડકરીએ એક રશિયન ટેક્નિકનો ઉલ્લેખ કરીને કહ્યું કે ફ્લેક્સ ફ્યુલથી પેટ્રોલ અને ઈથેનોલના ‘કેલોરિફિક વેલ્યૂ’ ને બરાબર કરી શકાય છે.

ફ્લેક્સ ફ્યૂલ- ગેસોલીન, મેથનોલ કે ઈથેનોલના કોમ્બિનેશનથી બનેલું એક પ્રકારનું વૈકલ્પિક ઈંધણ છે. જેની સીધો ઉપયોગ વાહનમાં કરી શકાય છે. જેની કિંમત પણ રૂ 62ની આસપાસ છે. આ ઉપરાંત એની આયાત પણ થઈ શકે છે.

જો આમ બન્યું તો તમામ પેટ્રોલ પંપને ઈથેનોલ પંપોમાં ફેરવવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર સરકારને પશ્ચિમી મહારાષ્ટ્રમાં 100 ટકા ઈથેનોલ પર ચાલતી ઓટો રિક્ષાને પરમીશન આપવાની અપીલ કરી. આ બાજુ કેન્દ્ર સરકારે બુધવારે 2025 સુધીમાં 20 ટકા ડોપિંગ (પેટ્રોલ સાથે ઈથેનોલને મેળવવાનું સ્તર) મેળવવાના પોતાના લક્ષ્યાંક હેઠળ ડિસેમ્બરથી શરૂ થનારા વર્ષ 2021-22 માટે પેટ્રોલમાં બ્લેન્ડિંગ માટે શેરડીમાંથી કાઢવામાં આવેલા ઈથેનોલની કિંમતમાં 1.47 રૂપિયા પ્રતિ લીટર સુધી વધારો કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW