HomeGujaratમહિલાને અભદ્ર ફોટા મોકલનાર મોડાસાના પ્રાંત અધિકારી સસ્પેન્ડ

મહિલાને અભદ્ર ફોટા મોકલનાર મોડાસાના પ્રાંત અધિકારી સસ્પેન્ડ

તાજેતરમાં મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલ પર એક અરજદાર મહિલાના અભદ્ર ફોટોગ્રાફ્સ મહિલા તેમજ તેના પરિવારજનોને મોકલી તેને બ્લેકમેઈલ કરવા અંગેની ફરિયાદ નોધાઇ હતી આ ઘટનામાં પ્રાંત અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે બાદ પ્રાંત અધિકારીની ધરપકડ કરાઈ હતી. આ મામલે જામીન પર છૂટેલા મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મયંક પટેલની મંગળવારે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. તેમને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે રિમાન્ડ ના માગતા કોર્ટે આરોપીની જામીન અરજી ગ્રાહ્ય રાખીને તેમને જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો.

મયંક પટેલ પર લાગેલા આરોપોની ગંભીરતા જોતાં અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ મામલે ગુજરાત સરકારને રિપોર્ટ કર્યો હતો. કલેક્ટરે અગાઉ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર મયંક પટેલ સામે પગલાં લેવામાં આવશે. તેવામાં આજે તેમને નોકરી પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. મયંક પટેલની ધરપકડ થઈ ત્યારે તેમણે આવક કરતાં વધારે સંપત્તિ ભેગી કરી હોવાના પણ આક્ષેપ થયા હતા.

મયંક પટેલ અને તેમણે જે મહિલાને અભદ્ર ફોટોગ્રાફ્સ મોકલ્યા હોવાનો આરોપ છે તે મહિલા અગાઉ સાથે નોકરી કરતાં હતાં. ગાંધીનગરમાં તેમને અવારનવાર મળવાનું પણ થતું હતું. આ દરમિયાન તેમણે એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત પણ થવા લાગી હતી. જોકે, મહિલાએ મયંકને ફોન કે મેસેજ ના કરવાનું કહ્યા બાદ પણ તેણે અલગ-અલગ નંબરો પરથી તેને વોટ્સએપ પર અભદ્ર ફોટા મોકલ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે મહિલાના પરિવારજનોને પણ મયંકે ફોટા મોકલ્યા હતા.

ખોટી રીતે ફસાવ્યાનો મયંક પટેલનો દાવો

મયંક પટેલે પોતાની જામીન અરજીમાં એવો દાવો કર્યો હતો કે તેને ફરિયાદી મહિલા સાથે પ્રેમસંબંધ હતો. ખુદ ફરિયાદીએ આ વાતની કબૂલાત ફરિયાદમાં કરી હોવાનો ઉલ્લેખ પણ મયંકની જામીન અરજીમાં કરાયો હતો. એટલું જ નહીં, તેણે એવો પણ દાવો કર્યો હતો કે જો પોતે દોઢ વર્ષથી મહિલાને પરેશાન કરતો હોય તો અત્યારસુધી તેના અંગે ક્યાંય ફરિયાદ કે અરજી કેમ નથી કરવામાં આવ્યા? એટલું જ નહીં, પોતે નિર્દોષ છે અને હનીટ્રેપમાં ફસાવાયો છે તેવો પણ મયંકે જામીન અરજીમાં દાવો કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW