Thursday, December 12, 2024
HomeGujaratબાનલેબ્સવાળા જય ઉકાણીનો જોધપુરમાં રજવાડી લગ્નોત્સવ

બાનલેબ્સવાળા જય ઉકાણીનો જોધપુરમાં રજવાડી લગ્નોત્સવ

Advertisement

કાલથી ત્રણ ચાર્ટર ફલાઇટ દ્વારા 300 મહેમાનો
પહોંચશે જોધપુર, હોટેલ ‘ઉમેદ ભવન પેલેસ’
ખાતે ત્રણ દિવસના જાજરમાન કાર્યક્રમો

રાજકોટના ટોચના ઉદ્યોગપતિ બાન લેબ્સવાળા મૌલેશભાઇ પટેલના પુત્ર જય પટેલનો રજવાડી લગ્નોત્સવ તા.16, 16 અને 17 નવેમ્બર દરમ્યાન જોધપુરની વિખ્યાત હોટેલ ઉમેદભવન પેલેસમાં યોજાનાર છે. આ માટે તા.14મીએ રાજકોટથી ત્રણ ચાર્ટર્ડ વિમાન દ્વારા વર અને ક્ધયા પક્ષના લોકો જોધપુર પહોંચનાર છે.
જય પટેલના લગ્ન મોરબીના ટોચના ઉદ્યોગપતિ અરવિંદભાઇ જીવાણીની પુત્રી હેમાંશી સાથે નિર્ધારેલ છે અને આ માટે જોધપુરની સુવિખ્યાત હોટેલ ઉમેદભવન પેલેસ આખી ત્રણ દિવસ માટે બુક કરી લેવામાં આવી છે.


આ લગ્નોત્સવ માટે આવતીકાલે શનિવારે સવારે ઇન્ડીગોની ચાર્ટર ફલાઇટ રાજકોટથી જોધપુર રવાના થશે. જ્યારે રવિવારે સ્પાઇસજેટની 78 સીટની ફલાઇટ અને 186 સીટની એરબસ રાજકોટથી જોધપુર રવાના થશે. રાજકોટથી 300 જેટલા મહેમાનોને આ લગ્નોત્સવમાં આમંત્રણ અપાયા છે.
તારીખ 16 નવેમ્બરનાં દિવસે જોધપુર ખાતે યોજાનાર આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલનાં તમામ 70 રૂૂમ બૂક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંની એવી જ રજવાડી ગણાતી અજીતભવન પેલેસનાં તમામ 67 રૂૂમ પણ ચાર દિવસ માટે બૂક કરી દેવામાં આવ્યા છે!
લકઝરીથી લથબથ એવાં આ લગ્ન ઠેઠ રાજસ્થાનનાં જોધપુર ખાતે થઈ રહ્યું છે. તેથી આ લગ્ન માટે રાજકોટથી સીધી જોધપુર માટે ત્રણ ચાર્ટર ફ્લાઈટ જશે- લગ્નમાં ક્ધયા-વર પક્ષનાં મર્યાદિત લોકોને આમંત્રણ અપાયું છે. કારણ કે, રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે. લગ્ન સમારંભનાં ત્રણેય દિવસ દરમિયાન બાન લેબ્સની એક-એક મળી ને ત્રણ પ્રોડક્ટ્સનું લોન્ચિંગ થવાનું છે.
ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એ સ્વયં એક અનુભવ છે અને ત્યાંનું ફૂડ મોંઘુદાટ છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે તેનો ચાર્જ 18 હજાર રૂપિયા છે.
ઉકાણી પરિવારનાં આ શાનદાર લગ્ન પ્રસંગ દરમિયાન દરરોજ એક વિશિષ્ટ કોર્પોરેટ ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બાન લેબ્સ દ્વારા ‘સિગ્નેચર’નાં નામથી ડિઓડરન્ટ અને પરફ્યુમ્સની આખી રેન્જ લોન્ચ થશે. ‘બોટ’ બ્રાન્ડ નેમથી સ્ટેશનરીની રેન્જ લોન્ચ કરવામાં આવશે અને તેમની કેયર બ્રાન્ડની નવી વીસથી પચ્ચીસ પ્રકારની ગ્રીન-ટીનું પણ એ જ ઈવેન્ટમાં લોન્ચિંગ રાખવામાં આવ્યું છે.

સિક્રેટ લૂમ બ્રાન્ડ ના ઇનર વેર અને એક્ટિવ વેર નીં રેન્જ નું પણ લોન્ચિંગ છે. આમ, બાન પરિવાર માટે આ એક પારિવારિક ઉપરાંત બિઝનેસ ઈવેન્ટ પણ બની રહેશે.


લગ્નમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાશે
રાજકોટનાં ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયનાં આ લગ્નનાં ત્રણ દિવસનાં ફંકશન દરમિયાન અનેક કાર્યક્રમો યોજાવાનાં છે. એક દિવસ ઐશ્ર્વર્યા મજમુદાર પરફોર્મ કરશે, એક રાત્રે સચિન-જીગરનો સંગીત જલ્સો છે તો બોલિવૂડ નાઈટ પણ છે આ મનોરંજક સમારંભ અહીંના વિખ્યાત કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે. જ્યારે મુખ્ય લગ્ન સમારંભ ઉમેદભવન પેલેસની “બારાદરી લોન” ખાતે રાખવામાં આવ્યો છે.


પ્રિયંકા અને નિક જોનસના લગ્ન અહીં થયા હતા
આ પેલેસમાં રોયલ ફેમિલી સિવાય અનેક સેલેબ્સના પણ લગ્ન થઈ ચુક્યા છે. જેમાંથી સૌથી ચર્ચિત લગ્ન છે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને સિંગર નિક જોનસના…નિક અને પ્રિયંકાએ ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ઉમેદ ભવન પેલેસની પસંદગી કરી હતી. આ પહેલા અભિનેત્રી એલિઝાબેથ હર્લેએ ભારતીય ઉદ્યોગપતિ અરુણ નાયર સાથે આ જ પેલેસમાં લગ્ન કર્યા હતા.

લગ્નની કંકોત્રી પણ રજવાડી : સવા ચાર
કિલો વજન, સાત હજારની કંકોત્રી
રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે ત્યારે આ શાહી લગ્નની કંકોત્રી પણ રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે.

આ એક કંકોત્રી બનાવવા પાછળ મૌલેશભાઇએ 7 હજાર રૂૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં 7 પાનાંમાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમની ઝાંખી દર્શાવવામાં આવી છે. કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવી છે. કંકોત્રી ખોલો એ પહેલાં રજવાડી પટારા પર શ્રીનાથજીનાં દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેનાં પાનાં રાખવામાં આવ્યાં છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યા છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,116FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW