ડાંગ જિલ્લો રાજ્યમાં વન દેશનો પ્રથમ પ્રાકૃતિક જીલ્લો બનવા જઈ રહ્યો છે.જૈવિક કૃષિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર આગામી 19 મી નવેમ્બરના રોજ ડાંગને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવશે. આ અંગે કૃષિ સચિવ મનીષ ભારદ્વાજને પૂછવામાં આવતા તેમણે આ અંગે સ્વીકાર કર્યો હતો. ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ માર્ગદર્શન હેઠળ દેશમાં સૌ પ્રથમ ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લા તરીકે 19 મી નવેમ્બર જાહેર કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે રાજ્યપાલોની ગવર્નન્સ કોન્ફરન્સ 2021નું આયોજન કર્યું હતું.આ આયોજનમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યમાં થતી પ્રાકૃતિક ખેતીની વિશેષતા રજુ કરી હતી.

આચાર્ય દેવવ્રત રાજ્યપાલ તરીકે નિયુક્ત થતા જ તેમણે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રાથમિકતા આપવા અભિયાન છેડ્યું હતું.જે અંતર્ગત રાજ્ય સરકાર સમારોહ યોજી ડાંગને પ્રાકૃતિક જિલ્લા તરીકે ડાંગની જાહેરાત કરશે ડાંગ જિલ્લો કુદરતી રીતે પ્રાકૃતિક સંસાધનથી ભરપુર છે.
છેલ્લા ૨ વર્ષમાં ડાંગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.જેના કારણે 12 હજાર ખેડૂતો તેમની 57 હજાર હેક્ટર જમીનમાં આ ખેતી કરે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.ડાંગમાં હાલ 19,600 હેક્ટર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે
જૈવિક ખેતી કેવી રીતે થાય છે
જૈવિક ખેતી એટલે કે જીરો બજેટથી થતી ખેતી આ ખેતીમાં દેશી ગાયનું ગૌમૂત્ર છાણમાં પાણી ગોળ ચણાનો લોટ ઉમેરી ખાતર બનાવાય છે.અને આ ખાતરથી ખેતી કરવામાં આવે છે.
આ ખેતીની પદ્ધતિ અલગ જ છે જેમાં જમીનમાં પાક વાવતા પહેલા જમીનને ખેડતી વખતે ખાતર નખાય છે. પછી પાક ઉગે ત્યારબાદ જરૂરિયાત મુજબ ફરી ખાતર આપવામાં આવે છે. સૌથી મોટી ખાસિયત છે કે તેની કોઈ આડઅસર થતી નથી
પાકનું ઉત્પાદન વધશે જેનો ફાયદો ખેડૂતોને થશે
ખેડૂતો રાસાયણિક ખાતરથી ખેતી કરે તો તેમને મોટા પ્રમાણમાં ખર્ચ કરવા પડે છે.જયારે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ન થતો હોવાથી ઝીરો બજેટથી ખેતી થશે તેવો સરકારે દાવો કરે છે. રાસાયણિક ખાતરથી જમીનની ફળદ્રુપતા ઘટે છે.જયારે આ ખેતીથી ખેતીથી પ્રાકૃતિક ખેતીથી જમીનની ફ્ફ્દ્રુપતા વધતા ઉત્પાદન વધશે