બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડાએ પોતાના બેનર યશરાજ ફિલ્મસ એટલે કે YRFને ઓટીટી વેંચર માટે રૂપિયા 500 કરોડના રોકાણની યોજના બનાવી છે અને હવે તેની નજર કથિતરીતે ડિજીટલ દૂનિયા ઉપર ટકેલી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે અને રબને બનાદી જોડી જેવી હિટ ફિલ્મોના ડાયરેક્ટર ચોપડાનું લક્ષ્ય YRFના ઓટીટી વેંચરની સાથે ડિજીટલ કંટેંટ બજારમાં નવા રૂપ દેવાનું છે. જેનાથી વાયઆરએફ એન્ટરટેનમેન્ટ કહેવામાં આવશે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુત્રોના જણાવ્યા પ્રમાણે આદિત્ય ચોપડા ભારતમાં ડિજીટલ કન્ટેન્ટના પ્રોડક્શનના સ્તરને ઉપર કરવામાં યોગદાન દેવા માંગે છે. તે ઈચ્છે છે કે ભારતીય વાર્તાઓ ઉપર આધારિત ફિલ્મો વૈશ્વિક માનકો સાથે મળી શકે. આ તે ક્ષણ બની શકશે જે ઓટીટી સ્પેશને હંમેશા માટે બદલી નાંખશે.
વાઈઆરએફની મોટી યોજના છે અને તે જલ્દી પોતાની રણનીતિ તૈયાર કરશે. સુત્રોનું કહેવું છે કે, 50 વર્ષીય ફિલ્મ ડાયરેક્ટર અને તેનો સ્ટુડીયો છેલ્લા બે વર્ષથી ઓટીટી વેંચર શરૂ કરવા ઉપર કામ કરી રહ્યું છે અને તેણે પહેલા જ ઘણા નવા પ્રોજેક્ટ શરૂ કર્યાં છે.
તેણે કહ્યું કે, જ્યારે વાઈઆરએફ કંઈક નવું શરૂ કરવાનો નિર્ણય કરે છે તો તે આવું મોટા પ્રમાણમાં કરે છે. જે બેજોડ હોય છે. તેણે પોતાના નવા વેંચર શરૂ કરવા માટે 500 કરોડ રૂપિયા નિર્ધારિત કર્યાં છે. આદિત્ય ચોપડાની યોજનાઓ હવે ફળીભૂત થઈ રહી છે અને તે સૌથી રોમાચંક ચીજ છે જે ભારતીય ઓટીટી ક્ષેત્રમાં થઈ છે.