T20 વર્લ્ડ કપ 2021 ના સુપર 12 સ્ટેજ પછી, ICC એ લેટેસ્ટ T20 રેન્કિંગ જાહેર કર્યું છે. ટીમ રેન્કિંગમાં પહેલા ક્રમે ઈંગ્લેન્ડ, બીજા ક્રમે પાકિસ્તાન, અને ત્રીજા ક્રમે ભારત છે. જ્યારે આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો ક્રમ ચોથો છે. બેટિંગ રેકિંગમાં પાકિસ્તાનનો ખેલાડી બાબર આઝમ પહેલા ક્રમે છે. જ્યારે ડેવિડ મલાન બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાનો ખેલાડી એડન માર્કરામ ત્રણ સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચ્યો છે. રાહુલ T20 બેટીંગ રેન્કિંગમાં પાચમાં સ્થાને જ્યારે કોહલી આઠમા ક્રમે પહોંચી ગયો છે.
બીજી તરફ દક્ષિણ આફ્રિકાનો રુસી વાન ડેર ડુસેન 6 સ્થાન આગળ વધીને 10માં ક્રમે છે. ભારત માટે બેટ્સમેન કેએલ રાહુલ ત્રણ સ્થાન આગળ વધીને પાંચમા અને વિરાટ કોહલી ત્રણ સ્થાન આગળ વધીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. ટોપ 10ની બહાર રોહિત શર્મા આઠ સ્થાનના ફાયદા સાથે 15માં સ્થાને પહોંચી ગયો છે. બોલિંગ રેકિંગમાં વાનિન્દુ હસરંગા પહેલા સ્થાને કાયમ છે. જ્યારે એડમ જમ્પા પાંચમા ક્રમે પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ 11માં સ્થાને ફાયદાથી આઠમા સ્થાને પહોંચ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમનો સાઉદી ત્રણ સ્થાના ફાયદા સાથે નવમા સ્થાને રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનો દમદાર બોલર જસપ્રીત બુમરાહ 15માં ક્રમે છે. જ્યારે ભૂવનેશ્વર કુમાર 25માં સ્થાને છે. T20 વર્લ્ડકપના અંતિમ બે મેચમાં મેન ઓફ મેચ રહેલો રવીન્દ્ર જાડેજા 87માં સ્થાન પર પહોંચ્યો છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં મોહમ્મદ નબી પ્રથમ સ્થાને છે. શ્રીલંકાનો ખેલાડી વાનિન્દુ હસરાંગા એક સ્થાન આગળ વધીને ત્રીજા, ઓસ્ટ્રેલિયાનો ખેલાડી ગ્લેન મેક્સવેલ ત્રણ સ્થાનના ફાયદા સાથે ચોથા અને મિશેલ માર્શ પાંચ સ્થાનના ફાયદા સાથે નવમા સ્થાને પહોંચી ગયા છે.
એડન માર્કરામ સાત સ્થાન આગળ વધીને સાતમા સ્થાને પહોંચી ગયો છે. ટોપ 20 ઓલરાઉન્ડર્સમાં ભારતનો કોઈ ખેલાડી હાજર નથી. જોકે, T20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ભારતનું પર્ફોમન્સ કંગાળ રહ્યું છે. આ અંગે ખેલાડીઓ પણ પોતાને મળનારા રેસ્ટ અંગે વાત કહી ચૂક્યા છે. બીજી તરફ કોચની જવાબદારી મુક્ત થયેલા રવિ શાસ્ત્રીના મન કી બાત સામે આવી છે. એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટવ્યુમાં તેમણે કહ્યું હતું કે, મારો ઉદ્દેશ્ય ટ્રોફી જીતવા કરતા ટીમને વધુ મજબૂત બનાવાનો હતો.