ગ્લોબલ વોર્મિગ અને પર્યાવરણ પ્રદુષણ જેવી વૈશ્વિક સમસ્યા દિવસે દિવસે ખુબ વધી રહી છે જેની અસરથી જળવાયુંમાં મોટા પાયે ફેરફાર થઇ રહયા છે. આવા સમયે વિશ્વની 6 મોટી કંપનીઓએ મોટા નિર્ણયો લીધો છે. આ નિર્ણય બ્રિટનના ગ્લાસગો ખાતે ચાલી રહેલા સીઓપી 26ની મીટીંગમાં લેવાયો છે. આ નિર્ણય ગ્લોબલ વોર્મિગ ઘટાડવા માટેનું સાર્થક પગલા રૂપે જોવામાં આવી રહ્યું છે.

સમીટમાં 2040 સુધીમાં પેટ્રોલ ડિઝલથી ચાલતી કાર ધીમે ધીમે બંધ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવી રહ્યો છે. ફોર્ડ,મર્સિડીઝ બેઝ,જનરલ મોટર અને વોલ્વો સહીતની ૬ મોટી કંપનીઓએ પોતાની સહમતી આપી છે.31 દેશની સરકારે પણ પેટ્રોલ ડિઝલ આધારિત કારના વેચાણ ધીમે ધીમે બંધ કરવાનો નિર્ણય લીધો છે.જોકે ટોયોટો,વોક્સવેગન,અને નિશાન રેનો જેવી મોટી કાર નિર્માણ કરતી કંપનીઓએ આ કરાર માનવા પર નનૈયો ભણી દીધો છે.
ગ્લાસગોમાં શુક્ર્વારે પૂર્ણ થશે ગ્લોબલ સમીટ
પર્યાવરણ જતન માટે છેલ્લા 2 અઠવાડિયાથી ગ્લાસગો ખાતે ચાલી રહેલી સીઓપી26 સમીટનો શુક્રવારના રોજ અંતિમ દિવસ છે.આ પહેલા બુધવારે જળવાયું પરિવર્તન પર નજર રાખતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ એક ડ્રાફ્ટ જાહેર કર્યો હતો.જે મુજબ બધા દેશ ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જ્ન ઘટાડો કરવાના લક્ષ્ય પર ફરી એકવાર વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે.
જારી કરવામાં આવેલ દસ્તાવેજ એગ્રીમેન્ટની એક શરૂઆતી રૂપરેખા છે ગ્લોબલ કલાયમેટ સમીટ બાદ લગભગ 200 દેશ વચ્ચે કરાર થવાના છે.