બોલિવૂડની છૈયાં છૈયાં ગર્લ અવારનવાર મુંબઈની જુદી જુદી જગ્યાઓ પર જોવા મળે છે. ક્યારેક જીમમાં જાય છે તો ક્યારેક પોતાના ડોગીને ફરવા માટે લઈ જાય છે. તાજેતરમાં જ મલાઈકા અરોરાનો નવો લુક સામે આવ્યો છે.
જેમાં તેણે લોંગ ટીશર્ટ પહેર્યું છે. આ ટીશર્ટ એટલું લાંબું છે કે, ગોઠણથી થોડું ઉપર ટચ કરે છે. આને કારણે ફેન્સે મલાઈકાના આ ફોટા પર કોમેન્ટ કરી હતી. બ્લેક એન્ડ વ્હાઈટ લોંગ ટીશર્ટમાં પણ તે એકદમ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ લાગી રહી છે. મલાઈકાના આ નવા ફોટા ઈન્ટરનેટ પર જોરશોરથી શેર થઈ રહ્યા છે.
હકીકતમાં આ ડ્રેસમાં મલાઈકા શોપિંગ કરવા માટે પોતાના ઘરેથી નીકળી હતી. કેમેરા મેનને જોતા તેણે બધાને હેલ્લો કર્યું હતું. પછી તેણે કેમેરા સામે મસ્ત મસ્ત પોઝ આપ્યા હતા. આ નવી તસવીર સામે આવ્યા બાદ ફેન્સ એને અનેક સવાલ કરી રહ્યા છે. ખાસ કરીને એના ડ્રેસ પર પ્રશ્નો કરી રહ્યા છે.
એક ફેન્સે તો એવું પૂછી લીધું કે, પેન્ટ કેમ નથી પહેર્યું? તો બીજા યુઝરે કહ્યું કે, શું પેન્ટ પહેરતા ભૂલી ગઈ કે શું? મલાઈકા ખૂબ જ ફીટનેસ પ્રેમી છે. દરરોજ સવારે જીમમાં જઈને શરીરને ફીટ રાખવા માટે ખૂબ પરસેવો પાડે છે.