પહેલા કોરોના અને હવે મોંઘવારી સામાન્ય માણસ માટે દરરોજ પરેશાની વધારી રહી છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં મોંઘવારી દર વધીને 6.2 ટકા થઈ ગયો છે. 1990 બાદ સૌથી મોટી તેજી છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે દુનિયામાં મોંઘવારીની અસર હવે શેરબજારો ઉપર જોવા મળી રહી છે. કારણ કે અમેરિકામાં વ્યાજદરો વધવાની આશંકા વધતી જઈ રહી છે. એ માટે શેરબજારમાં ઘટાડો રોકાઈ રહ્યો નથી અને સોનીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. જો મોંઘાવારીને શરળ શબ્દોમાં સમજીએ તો કોઈ વ્યક્તિની પાસે વધારે પૈસા હશે તો તે વધારે સામાન ખરીદશે. વધારે ચીજ ખરીદવાથી તે વસ્તુઓની ડિમાંડમાં વધારો થશે અને પ્રોડક્ટ સપ્લાઈમાં ઘટાડો થવાના કારણે તેની કિંમતો વધી જશે. આવી જ રીતે બજારો મોંઘવારીના ઝપેટમાં આવ્યાં છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અર્થશાસ્ત્રીઓની ભાષામાં કહીએ તો બજારમાં વધારે લિક્વિડિટી મોંઘવારીનું કારણ બને છે. તેને ઓછી કરવા માટે સેન્ટ્રલ બેંક એટલે કે RBI વ્યાજદરોમાં વધારો કરે છે. અથવા અન્ય પગલાની વાત કરીએ તો સીઆરઆર પણ વધારે છે. જેનાથી માર્કેટમાં પૈસાનો ફ્લો ઓછો થઈ જાય છે અને મોંઘવારી નિયંત્રણમાં આવી જાય છે. તે સિવાય બીજા ઘણા કારણો હોય છે અને તેને ઓછા કરવા માટે સરકાર અને સેન્ટ્રલ બેંક મળીને પગલા ભરે છે.
એસ્કોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઈકબાલે જણાવ્યું છે કે, કોરોના મહામારીના કારણે આર્થિક ગતિવિધિઓ બંધ થઈ ગઈ છે. જેના કારણે આર્થિક મંદી આવી છે. તે બાદ અમેરિકા સહિત દુનિયાની તમામ મોટી અર્થવ્યવસ્થાઓને પાટા ઉપર લાવવા માટે રાહત પેકેજનું એલાન કર્યું છે અને પૈસાનું રોકાણ કર્યું છે. જેના કારણે લિક્વિડિટી માર્કેટમાં વધારો થયો છે. જેના કારણે સામાન્ય માણસની પાસે પૈસા વધારે પહોંચ્યા તથા સામાન્ય માણસોએ ખરીદીનો પાવર વધારો અને સામાનની સપ્લાઈ ઓછી થઈ ગઈ. આ કારણે જ મોંઘવારી વધી ગઈ છે.
તેણે વધુમાં જણાવ્યું છે કે, મોંઘવારી વધવાનું બીજું મુખ્ય કારણે બે વર્ષની ડિમાન્ડ ત્રણ મહિનામાં આવવાનું છે. તેને સમજાવતા કહ્યું કે, કોરોનાના કારણે 2 વર્ષથી આર્થિક ગતિવિધિઓ ઉપર બ્રેક લાગી ગઈ હતી. પરંતુ વેક્સિન આવ્યા બાદ જેવા કોરોનાના કેસો ઘટ્યા અને આર્થિક ગતિવિધિઓ વધી. એવી જ રીતે સામાન્ય માણસે પોતાની જરૂરીયાત પ્રમાણેનો સામાન ખરીદવાનો શરૂ કરી દીધો હતો. પરંતુ કંપનીઓ આ ડિમાન્ડને પૂરી કરી શકી નહી અઅને ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થવા લાગ્યો.
મોંઘવારી વધવાથી એક સારા સમાચાર પણ સામે આવ્યાં છે. કારણ કે કોરોનાકાળ દરમયાન કંપનિઓએ 2 કરોડથી વધારે લોકોને નોકરીમાંથી કાઢી મુક્યાં હતા. જેવી જ આર્થિક ગતિવિધિ શરૂ થઈ તેવી જ નોકરીઓમાં વધારો થયો છે. કંપનીઓએ પ્રોડક્શન વધારવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. અચાનક વ્યવસાયોની માંગને પૂર્ણ કરવા માટે દિવસરાત એક કરવા પડ્યાં. ઓગષ્ટમાં નોકરીઓ રેકોર્ડ સ્તર 10.4 મિલિયનને પાર થઈ ગઈ હતી. કારણ કે ગ્રાહકોના ઓર્ડરને ભરવા માટે વધારે ડિમાન્ડ આવવા લાગી હતી. એ માટે વધારે હાથોની જરૂરત ઉભી થઈ હતી. મોંઘવારીની આ સ્થિતિ ત્યાં સુધી બનેલી રહેશે જ્યાં સુધી કંપનીઓ ઉપભોક્તાઓની વસ્તુ અને સેવાઓની ડિમાન્ડને બનાવી રાખે છે.
અર્થશાસ્ત્રી જણાવી રહ્યાં છે કે સ્ટૈગફ્લેશનનો અર્થ થાય છે જ્યારે બેરોજગારોની સાથે સાથે મોંઘવારી પણ ઉંચા લેવલ ઉપર હોય. પહેલી નજરમાં મોંઘવારી અને બેરોજગારીનો ઉંચો સ્તર કે સ્લો ગ્રોથની સ્થિતિ એક બીજાની વિરૂદ્ધમાં નજરે આવી રહી છે. વર્ષ 1970ના દશકામાં આવી સ્થિતિ બની હતી. ત્યારે ઈકોનોમિક પ્રોડક્ટિવિટી ઘણી ઘટી ગઈ હતી. આ દરમયાન બેરોજગારીને ઉંચા લેવલ ઉપર હોવાની સાથે સાથે મોંઘવારી પણ વધારે હતી. સ્ટૈગફ્લેશન ટર્મનો પ્રયોગ સૌથી પહેલી વખત 1965માં બ્રિટિશ પાર્લામેન્ટમાં લેન મૈકલોયડ દ્વારા કરાયો હતો.
આસિફ જણાવે છે કે, આ પણ કંઈક એવો જ સમય છે. કારણે મોંઘવારી જેટલી વધી રહી છે તેટલી નોકરીઓ વધી નથી. આ સમય આવનારા 6 મહિના સુધી રહેશે. તેવામાં શેર બજાર ઉપર પણ દબાણ વધી શકે છે. શેરબજારમાં તેજીનો નવી લહેર જાન્યુઆરી બાદ આવવાની આશા છે. કારણ કે લોકો હવે સોનું અને ક્રિપ્ટોકરન્સીમાં ઝડપથી પૈસા લગાવી રહ્યાં છે.