સામાન્ય રીતે દિવાળીથી ધનતેરસ સુધી લોકો સુકન સાચવવા ખરીદી કરતા હોય છે. બાદમાં લગ્નગાળાની ઘરાકી શરુ થતી હોય છે જોકે લગ્ન માટેની ખરીદી શરુ થતાની સાથે જ સોના-ચાંદીના ભાવ માં ફરી જબરદસ્ત ઉછાળો નોધાયો છે. સોનામાં માત્ર એક જ દિવસમાં 1000નો ઉછાળો નોધાયો છે, અને સ્થાનિક બજાર ભાવ 51000ની નજીક પહોંચી ગયો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્રના સૌથી મોટી સોની બજાર એવી રાજકોટમાં હાજર માર્કેટમાં સોનુ દસ ગ્રામ દીઠ રોકડામાં 50500 તથા બીલમાં 50900 હતું. ચાંદી 67400 થઈ હતી. વિશ્વબજારમાં એકા-એક તેજી થતા ઘરઆંગણે ભાવમાં ઉછાળો હતો. વિશ્વબજારમાં સોનુ ઉંચકાઈને 1860 ડોલરે પહોંચ્યું હતું. ચાંદી 25 ડોલર થઈ હતી.
સોનીબજારમાં વેપારીઓએ કહ્યું કે દિવાળીએ સોનાનો ભાવ 49000 હતો ત્યારબાદની રજા બાદ છેલ્લા બે દિવસમાં જ મુખ્યત્વે મોટો ઉછાળો આવી ગયો છે. ખાસ કરીને ગઈસાંજથી જોરદાર તેજી છે. દિવાળીએ બીલ કરતા રોકડ પેમેન્ટમાં સોનુ 120 રૂપિયા ઉંચું હતું પરંતુ ગઈકાલથી બીલમાં ભાવ 400 રૂપિયા ઉંચા થઈ ગયો છે. ગઈ સાંજના ભાવ વધારાથી ઝવેરીઓ પણ આશ્ર્ચર્યમાં પડયા હતા.
વૈશ્વીક તેજી વચ્ચે કોમોડિટી એકસચેન્જમાં પણ સોના-ચાંદી ઉછળ્યા હતા. સોનુ આજે બપોરે 450 રૂપિયા ઉંચકાઈને 49310 હતું. ચાંદી 720 રૂપિયાના ઉછાળાથી 66575 હતી. ઝવેરીઓના કહેવા પ્રમાણે ધનતેરસ-દિવાળીએ મોટી શુકનવંતી ખરીદી થઈ હતી. હવે લગ્નગાળો હોવાથી તેની મોટી ખરીદી શરૂ થઈ છે તેવા સમયે જ ભાવ ઉછળતા ગ્રાહકો પણ મૂંઝવણમાં મુકાય અને બજેટમાં બદલાવ કરવો પડે તેવી શકયતાનો ઈનકાર થઈ શકે તેમ નથી.