મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં તહેવાર સમયે ગૌશાળા તેમજ ગરબી મંડળના લાભાથે ધાર્મિક નાટક ભજવતા હોય છે .દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવનગરમાં ધાર્મિક નાટકનું આયોજન કરાયું છે. શિવનગર ગામમાં આવેલા રામજી મંદિર ચોકમાં આવતીકાલે 12 નવેમ્બરના રોજ રાત્રે 10:30 કલાકે શિવનગર ગરબી મંડળના લાભાર્થે સમ્રાટ હર્ષ ગરીબીનો બેલી કોમિક પાત્ર સાથેનું નાટક ભજવવામાં આવશે. આ નાટક માણવા લોકોને ગ્રામજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.