જમ્મુ કશ્મીરના કુલગામમાં વધુ એક આતંકીના એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે. કુલગામ નજીકના એક ગામ છાવલગામમાં બેથી ત્રણ આતંકી છુપાયેલા હોવાની સુચના મળી હતી. જેના આધારે સુરક્ષા જવાનોની ટીમે ઓપરેશન શરુ કર્યું હતું અને તમામન આતંકીઓને ઘેરી લીધા હતા.અને તેમને પકડવાની કોશિશ શરુ કરી હતીસર્ચ ઓપરેશનમાં ત્રણ આતંકી ને ઘેરી લીધા હતા જે બાદ તેમને સરેન્ડર કરવા સુચના આપવામાં આવી હતી જોકે તેમને સરેન્ડર થવાને બદલે પોલીસ જવાન પર ફાયરિગ કરી દેતા પોલીસે સામે જવાબી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એક આતંકી ઠાર થઇ ગયો હતો.જયારે અન્ય એક છુપાયેલ હોવાનું સામે આવ્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

કાશ્મીરમાં તાજેતરમાં બિનકાશ્મીરી લોકો તેમજ સ્થાનિક લોકો પર આતંકી દ્વારા કરવામાં આવતી હત્યાની ઘટના બાદ સુરક્ષા જવાનોએ તેમના ઓપરેશન શરુ કરી આતંકી ઠેકાણાને નિશાના બનાવામાં આવી રહ્યા છે.અને દેશની સુરક્ષા સામેના ખતરા સમાન આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. અને તેના જ ભાગરૂપે સ્થાનિક પોલીસ અને સીઆરપીએફ અને સેના ત્રણેય સયુક્તમાં આ ઓપરેશન ચલાવી રહ્યા છે.
આ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર મરાયો છે જયારે બીજાની શોધવાની કાર્યવાહી ચાલી રહી છે.સેનાનો પૂરેપૂરો પ્રયાસ આતંકીઓનો સફાયો કરવાનો છે.વર્ષો બાદ ફરી એકવાર એવો દૌર સામે આવ્યો છે જેમાં આતંકીઓ સ્માંન્સ્ય લોકોને પોતાનો નિશાન બનાવી રહ્યા છે.