“તારક મહેતા કા ઉલટા ચશ્માં “છેલ્લા 13 વર્ષ કરતા પણ વધુ સમયથી લોકોના મનોરંજનનું સૌથી મોટું માધ્યમ છે. આ સીરીયલના તમામ પાત્રની અનોખી છાપ છે.અને ટીઆરપીની લીસ્ટમાં પણ ટોપ પર છે. લોકો આજે પણ તેનું પાત્ર ભજવતા ઘણા કલાકારના સાચા નામથી અજાણ છે. દરેક ઘરમાં તારક મહેતા સીરીયલ જાણે ઘરનું સભ્ય બની ગયું હોય તેમ ટીવીમાં આ શો જોવા મળતો હતો.
આ સીરીયલ બધા પાત્ર યુનિક છે. તેમાં પણ જેઠાલાલની પત્ની દયાબેન કે જેનું દરેક વ્યક્તિ ચાહક છે દયાબેનના પાત્રમાં રહેલી માસુમિયત અમે તેના બોલવાનો અંદાજના આજે પણ લોકો તેટલા જ પસંદીદા છે. દયાભાભીનું પાત્ર એક્ટ્રેસ દિશા વાકાણીએ નિભાવ્યું છે. ખુબ લાંબા સમયથી દિશા વાકાણી ટીવી પરદા પરથી દુર થઇ ચુકી છે.તેમ છતાં તેના ફેન્સમાં આજે પણ સારી એવી સંખ્યા જોવા મળી છે.
તાજેતરમાં દિશા વાકાણીનો એક ફોટો વાયરલ થયો છે. જેમાં તેનો બદલાયેલું રૂપ જોઈ બધા હેરાન થઇ ગયા હતા.તસ્વીરમાં દિશાની તસ્વીર સામે આવતા લોકોએ તેના પતિ મયુર પંડ્યાને મોટા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
તસ્વીરમાં દિશા તેની દીકરીને ખભા પર લગાવીને સ્માઈલ આપી રહી છે.મેકઅપ વિનાના લુકમાં દિશાને ઓળખવી મુશ્કેલ બની રહી છે.તેનો સંપૂર્ણ લુક ચેન્જ થઇ ગયો છે. એક નજરમાં કોઈ પણ તેને ઓળખી શકાય નહી કે આજ તારક મહેતાની દયા ભાભી છે.