કોઈ કારણસર તમારા કામમાં સફળ નથી થઈ શકતા તો બુધવારે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. બુધવાર ભગવાન ગણેશનો દિવસ છે. ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. ગણેશજી રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે. બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી તે તમામ વિઘ્નો દૂર કરે છે અને રોગો, દોષ અને દરિદ્રતા દૂર કરે છે.
હિંદુ ધર્મ અનુસાર, ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવતા અને વિઘ્નહર્તા છે. આવી સ્થિતિમાં જો તમારા કામમાં કોઈ અડચણ આવી રહી હોય તો બુધવારના દિવસે કેટલાક ઉપાય કરવા જોઈએ.
સ્નાન અને ધ્યાન કર્યા પછી, બુધવારે કોઈ ગણેશજીના મંદિરે જઇને દર્શન કરવા જોઈએ. આ પછી ભગવાનને 11 કે 21 ગાંઠ દુર્વા અર્પિત કરો. આમ કરવાથી તમને તમારા કરિયરમાં આવનારી અડચણોમાં શુભ પરિણામ મળશે. ગણપતિને સિંદૂર ચઢાવવું આવું કરવાથી ગણેશજી તમારી બધી પરેશાનીઓ દૂર કરે છે અને આ સમસ્યાઓનું કોઈને કોઈ સમાધાન કરે છે.
ગણેશજીને મગના લાડુ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. તેને અર્પણ કરીને, તમે તમારી પરીક્ષામાં પાસ થવાની પ્રાર્થના કરો છો. તેનો લાભ ચોક્કસ મળશે. તેમજ દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. જો લીલું ઘાસ ખવડાવવું શક્ય ન હોય તો લીલા શાકભાજી ખવડાવી શકો છો. આવું કરવાથી તમારા ઘરની બધી પરેશાનીઓ દૂર થાય છે અને સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
બુધવારે ગણેશ મંદિરમાં સાત બુધવાર સુધી ગોળ અર્પણ કરો. આ પછી, તેને પ્રસાદના રૂપમાં બધાને વહેંચો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ જો તમને લાગે છે કે તમને તમારી મહેનતનું ફળ નથી મળતું તો તમે આ માટે ગણેશજીનો રુદ્રાક્ષ ધારણ કરી શકો છો.