હવે ગુજરાત રાજયમાં દિવાળીના તહેવારો પૂર્ણ થયા છે. નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં કોરોના વાયરસના કેસ પણ ધીમી ગતિએ વધી રહ્યા છે. તહેવારો પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. સૌરાષ્ટ્રમાં એક સાથે કોરોનાના 11 કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. કોરોના સંક્રમણના રાજકોટ શહેરમાં 4 કેસ સામે આવ્યાં છે. જ્યારે જૂનાગઢમાં 3 અને ગ્રામ્યમાં 2 કોરોના સંક્રમણનાં કેસો સામે આવ્યાં હતાં. લોકોની બેદરકારીના કારણે કેસમાં સતત વધારો હોઈ તેવું જોવા મળી રહ્યું છે .
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના 29 નવા કેસ નોંધાયા છે. જ્યારે સળંગ આઠમાં દિવસે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જ રાજ્યમાં ચારથી આઠ નવેમ્બર સુધી રાજ્યમાં કુલ 108 નવા કેસ સામે આવી ચૂક્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન સુરત-જુનાગઢમાંથી સૌથી વધુ 5, રાજકોટ-વલસાડમાંથી 4, અમદાવાદ-વડોદરામાંથી 3, ભાવનગર-સાબરકાંઠામાંથી 2 અને આણંદમાંથી 1 નવો કેસ નોંધાયો હતો.
રાજકોટમાં તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુએ માથુ ઊંચકતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. કેસ બારીએ દર્દી તથા એના સગાઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. શિયાળો શરૂ થઈ રહ્યો છે એવા દિવસોમાં ફરી રોગચાળાએ માથું ઊચક્યું છે. એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા છે. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર હેતું આવ્યા છે. ઓપીડી વિભાગમાં પગ મૂકવાની જગ્યા જોવા મળતી નથી. રાજકોટની આરોગ્ય શાખાએ રોગચાળાને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાના શરૂ કરી દીધી છે.