વડાપ્રધાન મોદી દિવસનાં 18 કલાક કામ કરે છે ત્યારે તેમના ગુજરાતનાં મંત્રી પણ રાત દિવસ જોયા વગર જનતાની ફરિયાદનો ઉકેલ લાવવા કામે લાગ્યા છે. પણ સુરતમાં ખુદ પેટ્રોકેમિકલમંત્રી મુકેશ પટેલને ડીઝલ ઓછું મળતા આખો પંપ સીલ કરવી દીધો છે.
રાત્રે 2 વાગે પેટ્રોલ પંપે ડીઝલ ઓછું મળતા સીલ કરાવ્યું છે.
લોકોની ફરિયાદનાં પગલે મંત્રી મુકેશ પટેલ જાતે તપાસ કરવાં પણપે પહોંચ્યા હતાં. જેમાં પેટ્રોલ પંપથી થતી છેતરપિંડી સામે આવી હતી. મુકેશ પટેલ ડીઝલ પુરાવવા ગયા ત્યારે ઓછુ ડીઝલ અપાયું હતું. પછી આ નિર્ણય લેવાયો હતો. સુરતનાં જહાંગીરપુરા વિસ્તારમાં આવલે નયારા પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું છે.
દ્રશ્યો રાત્રી ના 2 વાગ્યા ને છે જેમાં ખુદ પેટ્રોકેમિકલમંત્રી પોતે પોતાની ગાડીની અંદર ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા. ડીઝલ જેટલા પ્રમાણમાં ભરાવાનું હતું એના કરતાં ઓછું આપ્યું હોવાનું સામે આવતાં તાત્કાલિક અસરથી ક્લેકટરને જાણ કરાઇ હતી. ક્લેકટર દ્વારા તેમની ટીમને યશ પેટ્રોલ પંપ પર મોકલીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.