પેટ્રોલ-ડીઝલ, ગેસ અને હવે CNG ગેસમાં વધારો થતા સામાન્ય માણસને ફરવું મોંઘુ બની રહ્યું છે. CNGભાવના વિરોધમાં રિક્ષા યુનિયનોએ મોટું આંદોલન કરવાની એક ચિમકી ઉચ્ચારી છે. થોડા દિવસ પહેલા CNG ગેસના ભાવ વધારાના વિરોધમાં રિક્ષા એસો.ને હડતાળ પર ઊતરવાની ચિમકી ઉચ્ચારી હતી. પણ પછી સરકારે રિક્ષા એસો. સાથે એક બેઠક કરી સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો. પણ હજું કેટલાક યુનિયનોએ એવો આરોપ લગાવ્યો છે કે, સરકારે ભાજપ પ્રેરિત રિક્ષા યુનિયનોને જ બોલાવીને આ જાહેરાત કરી દીધી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
હવે ફરી એક વખત રિક્ષા યુનિયન આક્રમક મુડમાં છે. આવતીકાલે એટલે કે, તા.10 નવેમ્બરના રોજ રાજ્યના તમામ યુનિયનની એક મોટી બેઠક યોજાશે. એ પછી તા.12 ના રોજ રાજ્યપાલને એક આવેદન પત્ર આપવામાં આવશે. એ પછી તા.14 નવેમ્બરના રોજ રિક્ષા ચાલકો કાળી પટ્ટા બાંધીને વિરોધ કરશે. તા.15 અને 16 ના રોજ રિક્ષા ચાલકો હડતાળ પર ઊતરશે. જેના કારણે અમદાવાદ જેવા મહાનગરમાં આશરે 9 લાખથી વધારે રિક્ષાના પૈડાં થંભી જશે. જોકે, આ પહેલા પણ રિક્ષા યુનિયન હડતાળની વાત કરી ચૂક્યું છે. CNG ગેસના ભાવમાં વધારો થવાને કારણે સ્થાનિક પરિવહન મોંઘું બની રહ્યું છે. અમદાવાદ સહિત રાજકોટ તથા અન્ય મહાનગરમાં રિક્ષા ચાલકોએ લોકલ ભાડું વધારી દીધું છે.
રાજકોટ સિટીમાં જ્યાં લોકલ ભાડું રૂ.10 હતું એ વધારીને રૂ.20 કરી દેવામાં આવ્યું છે. પણ રાજકોટમાં કોઈ રિક્ષા મીટર પર ચાલતી નથી. એટલે રાજકોટમાં રિક્ષા ચાલકો મનેફાવે એવા ભાવ વસુલ કરી રહ્યા છે. બીજી તરફ રાત્રીના સમયે દોઢા ભાડાની વાત કરે છે. પણ દરેક રિક્ષા ચાલક રાજકોટમાં રાત્રી ભાડા માટે અલગ અલગ સમયને અનુસરે છે. કોઈ 11 વાગ્યા પછીની વાત કરે છે તો કોઈ 10.30 પછી જ ચાર્જ લેવાનું ચાલું કરી દે છે.