Friday, April 18, 2025
HomeNationalએરપોર્ટ જેવા દેખાતા રેલવે સ્ટેશન નું , આ દિવસે PM મોદી લોકાર્પણ...

એરપોર્ટ જેવા દેખાતા રેલવે સ્ટેશન નું , આ દિવસે PM મોદી લોકાર્પણ કરશે;

તમે આ સ્ટેશનને જોઈને એક વાત ચોક્કસથી કરશો કે આ રેલવે સ્ટેશન છે કે એરપોર્ટ. જો સ્ટેશન ઉપર જ એરપોર્ટ જેવી સુવિધાઓ મળે તો કોઈ પણ વાત તો કરશે જ. મધ્યપ્રદેશના ભોપાલમાં એક એવુ સ્ટેશન બનીને તૈયાર થયુ છે. તેનું નામ હબીબગંજ રેલવે સ્ટેશન છે. આ સ્ટેશનનું લોકાર્પણ 15 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આ પહેલું સ્ટેશન છે પ્રાઈવેટ અને સરકારી ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે. આ સ્ટેશન ઉપર વિશ્વસ્તરની સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. સ્ટેશન ઉપર કોઈ ભીડ ભાડ રહેશે નહી અને સ્ટેશન ઉપર ઉતરનારા યાત્રિકો માટે અલગ અલગ રસ્તા બનાવાયા છે.

રેલવે સ્ટેશનોમાં મોટી સમસ્યા સામાનની સાથે પ્લેટફોર્મ સુધી પહોંચવાની હોય છે. હબીબગંજ સ્ટેશન ઉપર તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. યાત્રિકો લિફ્ટ કે એસ્કેલેટરના માધ્યમથી પ્લેટફોર્મ અને સ્ટેશન સુધી પહોંચી શકશે. હબીબગંજ સ્ટેશન ઉપર એર કોનકોર્સ બનાવવામાં આવ્યો છે. જ્યાં એક સાથે આશરે 700 યાત્રિકો બેસીને ટ્રેનની રાહ જોઈ શકે છે. સમગ્ર સ્ટેશન પરિસરમાં દરેક જગ્યાએ એલઈડી લાગ્યાં છે. જેનાથી ટ્રેનના આવાગમનની જાણકારી મળી શકશે. સાથે જ મનોરંજન માટે પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.

સ્ટેશનના દરેક ખુણા ઉપર એસ્કેલેટરની સુવિધા આપવામાં આવી છે. ટિકીટ કાઉન્ટરને આધુનિક બનાવવામાં આવ્યું છે અને જગ્યા પણ વિશાળ આપવામાં આવી છે. જેનાથી ટિકીટ આરામથી આપી શકાય. સિસ્ટમને ફાસ્ટ કરવામાં આવી છે. જેનાથી ઓછા સમયગાળામાં વધારે ટિકીટ આપી શકાય. સ્ટેશન ઉપર યાત્રિકોને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકે તે માટે રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે.એસી રૂમ, એસી લાઉન્જ અને સુવિધા સંપન્ન રિટાયરિંગ રૂમ અને ડોરમેટ્રી બનાવવામાં આવ્યાં છે. અહીંયા યાત્રી મુસાફરી પહેલા રાહ જોઈ શકશે. સુરક્ષા માટે દરેક સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જે કેમેરા સમગ્ર સ્ટેશનના પરિસર ઉપર 24 કલાક નજર રાખશે.

સ્ટેશનમાં આગની કોઈ ઘટના બને તો યાત્રિકોને કેવી રીતે બચાવવા, રેસક્યુ ઓપરેશન ઓછા સમયમાં કેટલા સુરક્ષિત અને સફળ થાય તેની તમામ તૈયારી કરવામાં આવી છે. યાત્રિતોને મુશ્કેલ સ્થિતિમાં સુરક્ષિત બહાર કાઢવા માટે વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત તો એ છે કે, હબીબગંજ સ્ટેશન સમગ્ર રીતે સૌર ઉર્જાથી ચાલશે. જેવી રીતે કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે, દેશના તમામ સ્ટેશનોને સૌરઉર્જાથી લેસ કરવામાં આવે જેના કારણે કોલસાથી ઉત્પન્ન થનારી વીજળીની માગમાં ઘટડો થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ આ સ્ટેશનનું લોકાર્પણ કરશે. તો પશ્વિમ મધ્ય રેલવે જબલપુરના જીએમ સુધીર કુમાર ગુપ્તાએ નવા બનેલા હબીબગંજ રેલવે સ્ટેશનનો પ્રવાસ કર્યો હતો. આ તકે, ડૉ. એમ સૌરભ બંદોપાધ્યાય, એડીઆર ગૌરવ સિંહ, નિદેશક પરિયોજના અને યોજના આરકે શર્મા સિંહ, આઈઆરએસડીસી એજીએમ રાજેશ મંડલોઈ, બંસલ સમૂહના એમડી સુનિલ બંસલ અને અધિકારી અબુ આસિફ ઉપસ્થિત રહ્યાં હતાં. ડીઆરએમ બંદોપાધ્યાય અને એડીઆર સિંહ સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ જીએમને તમામ પ્રકારની માહિતી આપી હતી. આ દરમયાન બંસલ સમૂહના પ્રબંધ નિદેશક સુનિલ બંસલે મહાપ્રબંધકને આ પ્રોજેક્ટ અંગે વિસ્તારમાં જાણકારી આપી હતી અને ઉદ્દઘાટનની તૈયારી કરવાની પણ જાણકારી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW