HomeNationalફ્રાન્સના કાન્સ સિટીમાં હુમલો,3 પોલીસકર્મીને ઇજા

ફ્રાન્સના કાન્સ સિટીમાં હુમલો,3 પોલીસકર્મીને ઇજા

ફ્રાંસમાં શંકાસ્પદ આતંકવાદી હુમલો થયો છે. હુમલાખોરે પયગંબરનું નામ લઈને અનેક ધાર્મિક આરોપો લગાવ્યા અને પોલીસકર્મીઓ પર ચાકુ વડે હુમલો કર્યો. ફ્રાન્સના શહેર કાન્સમાં હુમલાખોરે કરેલા હુમલામાં 3 પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરીને શંકાસ્પદ આતંકવાદીને ગોળી મારીને ઘાયલ કર્યો હતો.

હુમલાખોરે સવારે શહેરમાં પોલીસ ઓફિસની સામે પયગંબરના નામ પર પોલીસકર્મીઓને ધમકી આપી હતી. હજુ સુધી હુમલાખોરની ઓળખ થઈ શકી નથી. એવું માનવામાં આવે છે કે તે અલ્જીરિયાનો છે અને તેની ઉંમર 37 વર્ષ છે. તેની પાસે પોલીસ રેકોર્ડ પણ નથી. હુમલાખોર અલ્જીરિયાથી ફ્રાન્સ ક્યારે આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ તાજેતરના હુમલાએ કેન્સાસના લોકોની ચિંતા વધારી દીધી છે. કેન્સાસ પોલીસ આ ઘટનાને સંભવિત આતંકી હુમલા તરીકે માની રહી છે. આ પહેલા 23 એપ્રિલે એક પોલીસકર્મી ચાકુના હુમલામાં માર્યો ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW