મોરબી શહેરમાં તેમજ નેશનલ હાઇવે વિસ્તારમાં સ્ટંટ કરતા તત્વો તેમજ ઓવર સ્પીડ વાહન ચલાવતા તત્વો અન્ય વાહન ચાલકો માટે જોખમ કારક બની રહ્યા છે. આવા તત્વો પોતાના જીવ તો જોખમમાં મૂકે છે પણ અન્ય વાહન ચાલકોને પણ પોતાની ઝપટમાં લેતા હોય છે. આવા તત્વો પર હવે કડક કાર્યવાહી કરવા પોલીસ વધુ સજ્જ બની છે.શહેરમાં તમામ મુખ્યમાંર્ગો ને નેત્રમ પ્રોજેકટથી જોડ્યા બાદ હવે ઓવર સ્પીડ વાહન ચલાવતા વાહન ચાલકો પર પણ કડક કાર્યવાહી અણસાર મળી રહ્યા છે. કારણ કે મોરબીના પોલીસ બેડામાં વધુ એક સાધન સામેલ થયું છે. ઇન્ટર સેપ્ટર તરીકે જાણીતું આ મશીન સામાન્ય રીતે હોલિવુડ ફિલ્મમાં જોવા મળતું હોય છે.
હાઇવે વિસ્તારમાં ઓવર સ્પીડ જતા વાહનોને પોતાની રડારમાં કેદ કરે છે અને કન્ટ્રોલ રૂમને જાણ કરે છે અને તેના આધારે પોલીસની ટીમ આ ઓવર સ્પીડ જતા વાહનનું લોકેશન મેળવી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી હોય છે.મોરબી જિલ્લામાં બેફામ ગતિએ દોડતા વાહનોથી અકસ્માતની ઘટનાઓ રોજિંદી બની છે ત્યારે સરકાર દ્વારા મોરબી જિલ્લા પોલીસને સ્પીડ ગન, હાઇફાઈ કેમેરા, કોમ્પ્યુટર સહિતના આધુનિક ઉપકરણોથી સજ્જ ઇન્ટર સેપ્ટર વાન ફાળવવામાં આવી છે. આ વાન મોરબી શહેર ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓ અને હાઇવે ઉપર બાજ નજર રાખશે.મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા ઇન્ટર સેપ્ટર વાન માટે એક એએસઆઈ, બે જમાદાર અને એક ઓપરેટરનો સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે અને સ્ટાફની તાલીમ પૂર્ણ થતાં