Tuesday, November 12, 2024
HomeNationalપ્રદુષણને કારણે તાજમહલ દૂરથી ઝાંખો પડ્યો, દિલ્હીમાં શ્વાસ લેવામાં તકલીફ

પ્રદુષણને કારણે તાજમહલ દૂરથી ઝાંખો પડ્યો, દિલ્હીમાં શ્વાસ લેવામાં તકલીફ

Advertisement

ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર આર.કે. જેનમણીએ જણાવ્યું હતું કે દિવાળી પર ફટાકડા ફોડવા અને રાજધાનીમાં બાયોમાસ પ્રદૂષકોની હાજરીને પગલે દિલ્હીમાં એકંદર હવાની ગુણવત્તા ખુબ નબળી પડી છે. IMD DGM એ માહિતી આપી કે દિલ્હીમાં AQI સ્તર 550-530 કરતા વધારે છે, જે ગંભીર સ્થિતિ દર્શાવે છે. રાજધાનીમાં દિવાળી પર ફટાકડા ફોડવા અને દિલ્હીમાં બાયો-માસ પ્રદૂષકોના વપરાશને પગલે એકંદર હવાની ગુણવત્તા ખુબ નબળી પડી છે.

પવનની ઝડપ વધ્યા પછી હવાની ગુણવત્તા અને ધુમ્મસની સ્થિતિમાં સુધારો થશે અને ભેજનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. આર.કે જેમાનીએ કહ્યું કે દિલ્હીમાં પવનની ગતિ શનિવાર સુધી વધવાની આશંકા છે. જેમાનીએ વધુમાં કહ્યું કે IMDની આગાહી મુજબ આગામી 10 દિવસમાં વરસાદ નહીં પડે. દિવાળી પછી વાતાવરણ બગડ્યા બાદ શુક્રવારે સવારે NCRના વિવિધ ભાગોમાં હવાની ગુણવત્તા બગડી હતી. દિલ્હીના અમુક વિસ્તારોમાં PM10નું સ્તર 430 રહ્યું હતું. દિલ્હીમાં ઝાકળના જાડા ધાબળાને કારણે અહીં ઘણા લોકોએ ગળામાં ખંજવાળ અને આંખોમાં પાણી આવવાની ફરિયાદ કરી હતી.

આ સાથે શ્વાસ લેવાની તકલીફ પણ જોવા મળી છે. નોઇડાની હવાની ગુણવત્તામાં PM 10 ની સાંદ્રતા 448 AQI પર નોંધવામાં આવી હતી. માત્ર દિલ્હી જ નહીં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, મેરઠથી લઈને આગ્રા સુધી એક પ્રદુષણનું સ્તર જોવા મળ્યું હતું. વાતાવરણમાં ધુમ્મસ દેખાતું હતું. પણ એ પ્રદુષણનો સ્મોગ હોવાનું જાણવા મળ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રીપોર્ટ અનુસાર વધુ પડતા પ્રદુષણને કારણે આગ્રાનો તાજમહાલ પણ ધૂંધળો હોય એવું દૂરથી દેખાઈ રહ્યું હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,162FollowersFollow
2,390SubscribersSubscribe

TRENDING NOW