Saturday, January 25, 2025
HomeNationalલોન રીક્વરી ન થઈ તો એજન્ટ દીકરીને ઊઠાવી લાવ્યો પછી..

લોન રીક્વરી ન થઈ તો એજન્ટ દીકરીને ઊઠાવી લાવ્યો પછી..

અજબ પ્રેમકી ગજબ કહાની જેવો કિસ્સો

લોન ન ચૂકવવા ઉપર ઘણી વખત કડક પગલાં લેવામાં આવે છે. પણ દેશમાંથી જ લોન રિક્વરીના કેસમાં અજબ પ્રેમકી ગજબ કહાનીનો કિસ્સો સામે આવ્યો છે. રિકવરી એજન્ટના ગ્રાહકો સાથે ખોટા અને ગેરવર્તણૂંકના જુદા જુદા કિસ્સાઓ અવારનવાર કાને પડઘાય છે. પણ બિહારની રાજધાની પટનામાં લોન ન ચૂકવા સામે અનોખો કિસ્સો સામે આવ્યો છે. પટનાના ફુલવારી શરીફમાં આવેલા એક વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો એક યુવક યુવતીને લઈને ફરાર થઈ ગયો હતો.

કારણ એ યુવતીની માતાએ લોન લીધી હતી. જેની કોઈ રિક્વરી ન થતા આ પગલું ભર્યું હતું. એક યુવક હજારી બાગની એક યુવતીને લઈને ફરાર થઈ જતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જ્યારે પોલીસે બંનેની અટકાયત કરીને પૂછપરછ કરી પ્રેમલીલા હોવાનું સામે આવ્યું. અજબ પ્રેમની ગજબ કહાનીનો ખુલાસો મોટો થયો હતો. યુવક અમરકુમારસિંહે પોલીસને એવી જાણકારી આપી કે, તે એ ફાયનાન્સ કંપનીમાં રિક્વરી એજન્ટ તરીકે કામ કરે છે. આ દરમિયાન પોતાની કંપનીથી હજારીબાગમાં રહેતી મહિલાને એક લોન અપાવી દીધી હતી. પણ મહિલા આ લોન ભરપાઈ કરી શકી નહીં. લોનના પૈસા વસુલ કરવા માટે તે અવારનવાર મહિલાના ઘરમાં જતો.

पटना: दो गुटों की गोलीबारी में एक घायल, निजी नर्सिंग होम में भर्ती

એ સમયે મહિલાની દીકરી સાથે વાતચીત થવા લાગી હતી. પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ કેસમાં યુવતી ઋતુકુમારીએ કહ્યું કે, તે અવારનવાર લોનના પૈસા લેવા માટે ઘરે આવતો. વારંવાર ઘરે આવવાની ના પાડતા તેણે વાતચીત કરવા માટે મોબાઈલ નંબર માગ્યો હતો. એ પછી ફોન પર સતત વાતો થતી હતી. પછી યુવકે લગ્ન કરવા સુધીની વાત કરી નાંખી. યુવતી સાથે લગ્ન કરવાનું કહીને તે હજારીબાગથી પટણા લઈ આવ્યો હતો. પણ યુવકે આ કેસમાં લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW