શેરબજારમાં ઘણા એવા સ્ટોક્સ છે જેણે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. જો તમે શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા હો તો તમે નાના સ્ટોકમાં રોકાણ કરી શકો છો. નાના સ્ટોક છે જે ઘણા સસ્તા હોય છે. અને જેની બજાર વેલ્યુ ઓછી હોય છે. આ શેરોની કિંમત સામાન્ય રીતે 25 રૂપિયાથી ઓછી હોય છે. અલગ અલગ રોકાણના વિકલ્પો ઉપર નજર નાંખીએ તો દિગ્ગજોનું માનવું છે કે ઈક્વિટી બજાર જ લોન્ગ ટર્મમાં બેસ્ટ પરફોર્મર બનીને ઉભરશે. આ સ્થિતિઓમાં છેલ્લા વર્ષની બજારની મુસાફરી ઉપર નજર નાંખીએ તો કેટલાક એવા સ્ટોક પણ છે જેણે આ સમયગાળામાં મલ્ટીબૈગર રિટર્ન આપ્યું છે. તો આવો જાણીએ આ સ્ટોક વિશે.
1 ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટીક્સ
વિતેલા 1 વર્ષમાં ગ્લોબલ લોજિસ્ટિક્સ શેરમાં 14,850 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયગાળામાં શેરનો ભાવ 1 રૂપિયાથી વધીને 167.45 રૂપિયા ઉપર આવી ગયો છે. આ સ્ટોક એનએસઈ ઉપર લિસ્ટ નથી અને તેનું માર્કેટ કેપ 120 કરોડ રૂપિયા છે. તે IATA દ્વારા સંચાલિત એક એરક્રાફ્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની છે. કંપની સમુદ્રી પરિવહનની સાથે સાથે એર, રેલ અને બીજા માધ્યમોથી માલ પરિવહનની લોજિસ્ટિકની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. કંપની આશરે 30 વર્ષથી કારોબાર કરી રહી છે અને 84થી વધારે દેશો માટે સેવા ઉપલબ્ધ કરાવે છે.
2 ગોપાલા પોલિપ્લાસ્ટ લિમિટેડ
1 વર્ષમાં શેર 5.72 રૂપિયાથી વધીને 629.4 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. આ સમયગાળામાં સ્ટોકે 10,903 ટકાનું રિટર્ન આપ્યું છે. Gopala Polyplast Ltd HDPE/PPથી બનેલા બેગ અને રાસાયણીક ખાતરના પેકેજમાં ઉપયોગમાં લેવાતી બેગ બનાવે છે. તેની સ્થાપિત ક્ષમતા 7925 ટન છે. તે સિવાય કંપની બીજા ટેક્સટાઈલ પ્રોડક્ટ માટે લેબલલ પણ બનાવે છે. જે રેડિમેઈટ ગારમેન્ટ, હોઝીયરી, ટેરી ટાવલ, પગરખા અને તૈયારર કપડામાં લગાવવામાં આવે છે.
3 એક્સપ્રો ઈન્ડિયા
વિતેલા 1 વર્ષ દરમયાન આ શેરમમાં 3145.54 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેની પાછલી ક્લોઝિંગ પ્રાઈઝ 691.3 રૂપિયા છે. ઈલેકટ્રિક વ્હીકલ સાથે જોડાયેલી વ્યાપક સંભાવનાને જોતા આગળ પણ આ શેરમાં તેજી આવવાના સંકેત છે. આ એક બિડલા ગ્રુપની કંપની છે. તેના ઘણા ડિવિઝન છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર તેની યુનિટ છે. ત્યાં પેકેજિંગ કારોબાર કરનારી કંપની છે. જેનું માર્કેટ કેપ 816 કરોડ રૂપિયા છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયા ઉપર નજર નાંખીએ તો તે BOPP films, Coex cast films, coex sheets જેવી તમામ પ્રોડક્ટસ બનાવે છે.