દુનિયાના 90 ટકા હીરા માત્ર સુરત સિટીમાં તૈયાર થાય છે. સુરતના ડાયમંડ સિટી પણ કહેવાય છે. દિવાળીના દિવસોમાં ધર્મનંદન ડાયમંડમાં રૂ.50 કરોડની કિંમતનો માત્ર એક કાચો હીરો મળી આવ્યો છે. આ યુનિટના ઓનર લાલજી પટેલે કહ્યું કે, રૂ.118 કેરેટ વજન ધરાવતા આ હીરાની કિંમત ખૂબ મોટી છે. જેને ઊંચી ગણવત્તા ધરાવતો એક પથ્થર માનવામાં આવે છે. DIF કલર અને પ્યોરિટી છે. હીરાની દુનિયામાં આ સૌથી ઊંચી ગુણવત્તાવાળો પથ્થર માનવામાં આવે છે.
આ પથ્થરમાંથી બીજા બે હીરા તૈયાર કરવામાં આવશે. જેના એક ડાયમંડની કિંમત રૂ.30 કરોડ ગણાય છે. આવા બે હીરા તૈયાર થશે એટલે કુલ રૂ.60 કરોડની કિંમતના ડાયમંડ તૈયાર થશે. આ ડાયમંડ તૈયાર કરનારને રૂ.5 લાખની મોટી મજૂરી મળી રહેશે. જેના વીમા પ્રીમિયમની કિંમત રૂ.50 લાખથી વધારે થશે. આ વખતે સુરત શહેરમાં ડાયમંડ સેક્ટરમાં દિવાળી ફળી છે.
ટેક્સટાઈલમાં રૂ.16 હજાર કરોડ, જ્વેલરીમાં રૂ.500 કરોડ અને ઈલેક્ટ્રોનિક્સમાં રૂ.350 કરોડનો વેપાર થયેલો છે. જ્યારે ઓટો સેક્ટરમાં સુરત સિટીમાંથી રૂ.32 હજાર બાઈક અને રૂ.14 હજાર કાર વેચાઈ હોવાનો અંદાજ છે. કોરોનાને કારણે આ સેક્ટરને પણ આર્થિક ફટકો પડ્યો હતો. પહેલી છૂટછાટમાં લોકોએ ખરીદી કરવાનું પણ ટાળ્યું હતું. આ દિવાળીએ મોટા ભાગના સેક્ટરમાં સારી એવી ખરીદી નીકળી છે.