સરકારે આગામી વર્ષમાં એપ્રીલથી ચીજવસ્તુઓના પેકેજિંગ માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. તેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને કોઈ પણ પેકેઝ્ડ આઈટમ ખરીદતા પહેલા સાચો નિર્ણય લેવા માટે સશક્ત કરવાનો છે. નવા નિયમો પ્રમાણે મેન્યુફેક્ચર્સને એમઆરપીમાં વધારાના ઉલ્લેખો કરવા પડશે. કમોડિટી પ્રતિ યુનિટની કિંમતનો પણ ઉલ્લેખ કરાશે. એક કિલોગ્રામ કે લીટરથી વધારાની વજનની ચીજવસ્તુઓ માટે પ્રતિ કિલોગ્રામ કે લીટર રહેશે. અને પ્રતિ ગ્રામ કે પ્રતિ મિલિલિટર એક કિલોગ્રામ કે એક લીટરથી ઓછી ચીજવસ્તુઓ માટે કિંમત બતાવવાની રહેશે. મીટર અને સેન્ટીમીટરમાં મપાતી વસ્તુઓ માટેના નિયમો પણ એક સમાન જ રહેશે.
સંશોધિત લીગલ મેટ્રોલોજી રૂલ્સમાં 19 હેઠળ ચીજવસ્તુઓના પેકેજિંગના નિર્ધારિત માત્રાના નિયમોને પણ ઘટાડી દીધા છે. તેવી વસ્તુઓમમાં દુધ, ચા, બિસ્કીટ, ખાવાનું તેલ, લોટ, સોફ્ટડ્રિક્સ અને પાણીની બોટલ, બેબી ફૂડ, દાળ, બ્રેડ, સિમેન્ટ બેગ અને ડીટરજન્ટનો સમાવેશ કરાયો છે. આ વસ્તુઓ ઉપર સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા પ્રતિબંધો લાગુ નહીં થાય. તેનાથી મેન્યુફેક્ચર્રસની પાસે તમામ પેકેઝ્ડ આઈટમની માત્રાને નક્કી કરવાની આઝાદી રહેશે.
આ નવા નિયમો હેઠળ બીજો મોટો ફેરફાર એ છે આયાત કરાયેલા પેકેઝ્ડ આઈટમ ઉપર કંપનીઓને મેન્યુફેક્ચરનો મહિનો અને વર્ષનો ઉલ્લેખ કરવાનો રહેશે. વર્તમાન વ્યવસ્થામાં તેમણે આયાત કે પ્રી-પેકેઝ્ડના મહિના કે તારીખનો ઉલ્લેખ કરવાનો હોય છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે નવા નિયમો ઉપર ઉપભોક્તા કેસોના મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે, પ્રોડક્ટની ગુણવત્તા તેની મેન્યુફેક્ચરીંગની તારીખ સાથે જોડાયેલી હોય છે. મંત્રાલયે નિયમોમાં ફેરફારને લાગુ કર્યો છે.
માત્રા અને યુનિટની કિંમત સાથે જોડાયેલા બે મોટા ફેરફાર ઉપર અધિકારીએ જણાવ્યું છે કે, ફેરફારોને સાથે જ લાગુ કરાયા છે. જેનાથી ગ્રાહકોને વધારે વિકલ્પ મળે અને તેની સાથે આ ચીજવસ્તુઓનો વ્યવસાય કરનારા મેન્યુફેક્ચર્રસને પણ પોતાનો વ્યવસાય કરવામાં સરળતા રહેશે.
અધિકારીએ આગળ જણાવ્યું છે કે, એક વખત પેકેઝ્ડ વસ્તુઓને તમામ માત્રમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તો ગ્રાહક પોતાની જરૂરીયાત પ્રમાણે પ્રોડક્ટ ઉપર પસંદગી ઉતારશે. તેણે મજબુરીવશ મોટી માત્રામાં ચીજવસ્તુઓને ખરીદવી નહીં પડે. આવી જ રીતે કંપનીઓ પણ વધારે વિકલ્પ લઈ શકશે. પરંતુ ગ્રાહકોના અધિકારીઓની સુરક્ષા માટે યુનિટ્સમાં કિંમતો જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે. જેવી રીતે કે કિલોગ્રામ, ગ્રામ, લીટર, મીલીલીટર, મીટર અને સેન્ટીમીટર.