ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગનાં સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે જણાવ્યું હતું કે, ખાદ્ય તેલનાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ 20, 18, 10, 7 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. મગફળી, સોયાબીન, સૂર્યમુખી અને તમામ મુખ્ય તેલમાં ઘટાડો જોવા મળ્યો છે. તહેવારોની સીઝનમાં ખાદ્યતેલોનાં ભાવમાં આવો ઘટાડો એ ઘણી રાહત છે. દિવાળીનાં એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કરીને રાહત આપવામાં આવી છે.
પેટ્રોલ, ડીઝલ બાદ હવે સરકારે ક્રૂડ પામ, ક્રૂડ સોયાબીન અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર બેઝિક ડ્યુટી 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દીધી છે, મુખ્ય ખાદ્યતેલોનાં જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટર 4-7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે ત્રણ દિવસમાં પેટ્રોલ, ડીઝલ અને હવે ખાદ્યતેલનાં ભાવમાં વધારો કરીને દેશની જનતાને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષથી ઝડપથી વધી રહેલા ખાદ્યતેલનાં ભાવને નીચે લાવવાનાં હેતુથી આ પગલું ભર્યું છે.