પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કેન્દ્ર સરકારે ઘટાડો કરતાં પેટ્રોલ ડીઝલમાં ભાવ ઓછા થયા છે. પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિવાળીના આગલા દિવસે જ દેશવાસીઓને રાહત મળતા દિવાળી ભેટ મળી છે. દિવાળીના દિવસથી નવો ભાવ અમલી બનશે. હાલ પ્રજામાં હાશકારો જોવા મળી રહ્યો છે.
રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.69 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ.101.91 પ્રતિ લીટર અને ડીઝલ રૂ.102.59 પ્રતિ લીટર છે.
છેલ્લા 26 દિવસોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં સીધા રૂ.8નો વધારો થયો હતો. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કિંમતમાં વધારો થવાનું શરુ થયું હતું.