ડાયમંડ સીટી સુરતમાં લાખોની સંખ્યામાં સુરતના હીરા કારીગર નોકરી માટે જાય છે અને દિવાળીના પર્વમાં આ લોકો પોતાના વતન ફરતા હોય છે. હાલ દિવાળીનું વેકેસન પડતા આ હીરા કારીગરોએ વતનની વાટ પકડી છે.આવા સમયે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ઉઘાડી લુટ ચલાવી હોવાની ફરિયાદ ઉઠવા લાગી છે. બસ સંચાલકો 56 સીટની બસમાં 400 કિમીનું અંતર હોવા છતાં 76 જેટલા લોકોને બેસાડી રહ્યા છે તેમ છતાં પોલીસ મુક પ્રેક્ષક બની રહી હોવાની ફરિયાદ ડાયમંડ વર્કર યુનિયને કલેકટરને તેમજ પોલીસ કમિશનરને કરી છે.
1500 બસ દોડાવવાની સરકારની જાહેરાતનું સુરસુરિયું
ગુજરાત એસ ટી નિગમ દ્વારા ચાલુ વર્ષે દિવાળી પર્વ દરમિયાન રાજકોટ જુનાગઢ જામનગર સુરત અલગ અલગ ડીવીઝનની કુલ 1500 બસ સુરતથી સૌરાષ્ટ્ર તરફ દોડાવવાની જાહેરાત કરી હતી જોકે તેમાંથી કેટલી બસ દોડી તે એક સવાલ છે કારણ કે વર્કર બસમાં જગ્યા ન મળતી હોવાથી ખાનગી ટ્રાવેલ્સમાં જવા મજબુર બન્યા છે.
રૂ.700ના બદલે રૂ 1500 ભાડું વસુલ થતા હોવાની ફરિયાદ
સામાન્ય દિવસમાં સૌરાષ્ટ્ર તરફ જવા સિંગલ સોફાનું ભાડું 700ની આસપાસ રહે છે.જોકે ટ્રાવેલ્સ ચાલકોએ બમણો કરી 1400 થી 1500 રૂપિયા વસુલ કરવામાં આવ્યા છે. તક નો લાભ લઈને ઉઘાડી લુટ ચલાવતા ટ્રાવેલ્સ સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
(તસ્વીર -પ્રતીકાત્મક)