ડીસા તાલુકાની પંચાયતની કચેરીમાં ક્રીમીલીયર સર્ટીફીકેટ મેળવવા ગયેલ અરજદારો સાથે તાલુકા પંચાયતના TDOએ કેફી પીણું નશામાં ગેરવર્તન કર્યું હતું તેને અરજદારોને ગાળો આપતા મામલો બગડયો હતો. પોલીસ ભરતી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી અધિકારીની સહી લેવા આવેલા વિધાર્થીઓને દારૂ ઢીચીને ટલ્લી થયેલા TDOએ કચેરી માથે લીધી હતી.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથક પહોચ્યો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ડીસા તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકી છેલ્લા દોઢ વર્ષથી તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવે છે. ધનતેરસના દિવસે તાલુકાના વિધાર્થીઓ પોલીસ ભરતી માટે જરૂરી એવા ક્રીમીલીયર દાખલા કઢાવી TDOની સહી લેવા આવ્યા હતા. એ સમયે કેફી પીણાના નશામાં ધુત થઈને પોતાની ચેમ્બરમાં બેઠેલા તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીએ વિધાર્થીઓને ગાળો આપવાનું શરુ કરતાં વિધાર્થીઓ પણ ઉશ્કેરાયા હતા.
આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા TDO લથડતા પગે ચેમ્બર છોડીને જતા રહ્યા હતા. જેને પગલે વિધાર્થીઓએ પણ તેમની પાછળ જઈને આ છે અમારા TDO,, ટીડીઓની તાનાશાહી નહિ ચલેગી જેવા સુત્રોચાર કરતા ભારે હંગામો થયો હતો. જો કે બાદમાં TDO બીડી સોલંકીને પોલીસ મથકે લઈન જઈને કાર્યવાહી હાથ ધરી હતી