ભારતમાં જલ્દી જ અમેરિકાની એક્ટન બાયોસાઈન્સની સેકેન્ડ જનરેશનનની કોવિડ-19 વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરાશે. ભાવમાં ઓછી હોવાની સાથે સાથે તેનું ઉત્પાદ પણ જલ્દી થઈ શકે છે. ઈમ્યુનિટી ઘટવા ઉપર તેના ડોઝને બીજી વખત આપી શકાય છે. અને તેને રાખવા માટે ફ્રિઝની પણ જરૂરત રહેતી નથી. વેક્સિનનું સેમ્પલ ક્લિનિકલ તપાસ પહેલા સુરક્ષાના ધ્યાને રાખીને તપાસ માટે કસૌલીમાં સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલાશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

વેક્સિનને શરૂઆતમાં AKS-452 નામ આપવામાં આવ્યું છે. તે 25 ડિગ્રી તાપમાનમાં ઓછામાં ઓછા 6 મહિના રહી શકે છે અને 37 ડિગ્રી તાપમાન ઉપર એક મહિના સુધી તેની ક્ષમતા જતી નથી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, સેમ્પલને કસૌલીની સીડીએલમાં મોકલવામાં આવી છે અને આશા છે કે એક મહિનામાં દેશના 12 સ્થળો ઉપર તેની ટ્રાયલ શરૂ કરવામાં આવે. ભારતમાં ફેઝ 2 અને ફેઝ 3 હેઠળ તેના કુલ સેમ્પલ સાઈઝ 1600 લોકોને રાખવામાં આવ્યાં છે. આ ટ્રાયલ્સને પૂર્ણ થવામાં આશરે એક વર્ષનો સમય લાગશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં તેનો ઉપયોગ કરવાની જરૂરત રહેતી નથી. પરંતુ તે વેક્સિનનું નિર્માણ ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વેક્સિન પહોંચાડવા માટે સુલભ બનાવવા માટે કરી શકે છે. વેક્સિનનું ટ્રાયલ મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન અને ગુજરાતની હોસ્પિટલમાં શરૂ થઈ શકે છે.

વેક્સિન જો અસરદાર સાબિત થશે તો એવા દેશ જ્યાં સંગ્રહણની સમસ્યા છે તેના માટે એક વરદાન સાબિત થશે. કંપનીનો દાવો છે કે રૂમના તાપમાન ઉપર વેક્સિન 6 મહિના સુધી સ્થિર રહી શકે છે. સાથે જ કેન્યા જેવા ગરમ દેશો માટે આ આદર્શ સાબિત થઈ શકે છે. કારણ કે ફ્રિઝ વગર તે એક મહિના સુધી રહી શકે છે. એટલું જ નહીં તે સરળતાથી લાવી અને લઈ જઈ શકાય છે.
કંપનીએ જણાવ્યું હતું કે, વેક્સિનના નિર્માણ માટે ઓછાભાવ વાળી એન્ટીબોડીનું નિર્માણ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી રીતે દુનિયામાં જ્યાં તેનું એકમ છે ત્યાં સિંગલ પ્રોડ્કશન લાઈન ઉપર દર વર્ષે 100 કરોડ ડોઝ તૈયાર કરી શકાય છે.