ફૈઝાબાદ જંક્શન રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા કૈંટ કરી દેવામાં આવ્યું છે. ઉત્તર રેલવે તરફથી મંગળવારે આ અંગેની અધિકારીક રીતે જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ સ્ટેશનનો કોડ પણ બદલી દેવાયો છે. જણાવી દઈએ કે, આ પહેલા ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા કૈંટ કરવાનો નિર્ણય કર્યો હતો અને તે અંગે સોમવારે અધિકારીક રીતે તેની અધિસુચના પણ જાહેર કરી દેવાઈ હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દિપક કુમારે જણાવ્યું હતું કે, ઉત્તર રેલવેએ લખનૌ મંડળના ફૈઝાબાદ જંકશન રેલવે સ્ટેશનનું નામ તત્કાલ પ્રભાવથી પરિવર્તિત કરીને અયોધ્યા કૈંટ કરી દીધું છે. હવે આ સ્ટેશનનો કોડ ઈવાયી હશે. પહેલા સ્ટેશનનો કોડ એફડી હતો.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ યોગી સરકારે વિતેલા માસમાં મોટા નિર્ણયો લેતા ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા કૈંટ કરવાનો નિર્ણ કર્યો હતો. આ અંગે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, યુપીના સીએમ યોગી આદિત્યનાથે ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલીને અયોધ્યા કૈંટ કરવાનો નિર્ણય કર્યો છે. સીએમ કાર્યાલયે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. આ પહેલા 2018માં યોગી સરકારે ઈલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધું હતું. જે બાદ કુંભ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે 2018માં સીએમ યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે, ફૈઝાબાદને અયોધ્યા જનપદના નામથી જાણવામાં આવશે. 6 નવેમ્બર 2018માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશ કેબિનેટમાં ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરવા અને જિલ્લાના પ્રશાસનિક મુખ્યાલયને અયોધ્યા શહેરમાં સ્થળાંતરીત કરવાની મંજૂરી આપી છે. તે બાદ રાજ્ય સરકારે સમગ્ર અયોધ્યા જિલ્લામાં માંસ અને દારૂના વેચાણ ઉપર પ્રતિબંધિ લગાવી દેવામાં આવ્યો હતો. આ પહેલા અયોધ્યાથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં માંસ અને દારૂ ઉપર પ્રતિબંધ હતો.