બોલિવૂડની સ્ટાઈલીશ આઈકોન મનાતી અભિનેત્રી ઊર્વશી અવારનવાર પોતાના આઉટફિટને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં ઊર્વશીને આંતરરાષ્ટ્રીય ગીત ‘વર્સાચે બેબી’ માટે ફિલ્મફેર એવોર્ડમાં ઈન્ટરનેશનલ આઈકોન ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ ફંક્શનમાં તેણે જે ગાઉન પહેર્યું હતું એની કિંમત રૂ.50 લાખ સામે આવી છે. બોલિવૂડમાં આવી ત્યારથી તે ઘણી મહેનત કરી રહી છે. જે મહેનતનું એને આટલું મોટું પરિણામ મળી રહ્યું છે. તાજેતરમાં જ વિદેશમાં થયેલા એવોર્ડ ફંક્શનમાં તેણે ભાગ લીધો હતો.
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ઊર્વશી મોટા બજેટની એક ફિલ્મ જે એક સાયન્સ ફિક્શન છે. એમાં જોવા મળશે. આ એક તમિલ ફિલ્મ છે. આ ફિલ્મથી તે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યું કરી રહી છે. આ ફિલ્મમાં તે માઈક્રોબાયોલોજીસ્ટ અને IITANsની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પછી બીજી ભાષામાં પણ અનુવાદ થાય એવી શક્યતા છે. આ ઉપરાંત બ્લેક રોઝની સાથોસાથ થિરૂતુ પાયલે-2ની હિન્દી રીમેકમાં પણ જોવા મળશે. ઊર્વશી ઘણી બધી રીતે પોતાની જાતને ખૂબ બ્લેસડ માને છે. આ એવોર્ડ મળ્યા બાદ એક્ટ્રેસે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ઊર્વશીએ સ્કાઈબ્લુ કલરનો હેવી એમ્બેલિશ્ડ ડીઝાઈનર સિલ્વર હાઈ સ્લીટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ ડીઝાઈનર માઈકલ સિન્કોએ ડીઝાઈન કર્યો છે.
જેમાં હાઈપોનીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં તે મસ્ત લાગી રહી છે. એક મોટા સન્માન સાથે તેણે આ એવોર્ડમાં પોતાની સ્પીંચ આપી હતી. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, થેંક્યુ ફિલ્મફેર, ઈન્ટરનેશનલ આઈકોન ઓફ ધ યર 2021. આ સેરેમનીમાં તે એક પરી જેવી લાગી રહી હતી. એવું કહીએ તો પણ કંઈ ખોટું નથી. પંજાબી ગાયક ગુરૂ રંધાવાના ગીત ડૂબ ગયે અને મોહમ્મદ મરાદાન સાથે વર્સાચે બેબીમાં જોવા મળી હતી. જેમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ સિવાય જીઓ સ્ટુડિયોની વેબસીરિઝ ઈન્સ્પેક્ટર અવિનાશમાં રણદીપ હુડ્ડા સાથે લીડ રોલ પ્લે કરી રહી છે. જે સુપરકોપ અવિનાશ મિશ્રા અને પૂનમ મિશ્રાની વાસ્તવિકતા પર આધારિત છે. જોકે, આ બાયોપિક ક્યારે રીલિઝ થશે એ અંગે કોઈ ખાસ જાણકારી સામે આવી નથી.