Thursday, April 17, 2025
HomeEntertainmentતારક મહેતા કેમ ગુમાવવી રહી છે લોકપ્રિયતા, આ આ છે કારણ

તારક મહેતા કેમ ગુમાવવી રહી છે લોકપ્રિયતા, આ આ છે કારણ

એક દશક કરતા પણ વધુ સમયથી લોકોના દિલમાં રાજ કરનાર તારક મહેતા ક ઉલટા ચશ્માં મોસ્ટ પોપ્યુલર શો છે જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની લોકપ્રિયતામાં ઓટ આવી છે. કેટલાક દર્શક એમ કહે છે કે શો હવે કંટાળાજનક બની રહ્યો છે.
આ અંગે સીરીયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેશ સોઢાએ એક વેબ પોર્ટલ પર વાત કરતા જણાવ્યું હતું કે,તે કંટાળા વિશે નથી પણ માનવવર્તન વિશે છે. વિચાર પ્રક્રિયા સમય જતા પાત્રો અને કન્ટેન્ટ અલગ રીતે જુએ છે.ચાર પ્રક્રિયા સમય સાથે વિકસિત થતી રહે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવા શો માટે, કે જે 12 વર્ષ કરતા વધુ સમયથી પ્રસારિત થઈ રહ્યો છે, તે સામાન્ય છે કે એક જ દર્શક સમય જતા પાત્રો અને કન્ટેન્ટને અલગ રીતે જુએ છે. વધુમાં શૈલેષ લોઢાએ સીરિયલના રેટિંગ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘એક્ટર અને તેમના પાત્રો સરખા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મોટાભાગે ટીઆરપી ચાર્ટમાં ટોપ-5 પર હોય છે, જે દર્શાવે છે કે દર્શકો હજી પણ અમારી સાથે છે.

શૈલેષ લોઢા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત થઈ ત્યારથી શો સાથે જોડાયેલા છે. તેઓ લેખક તારક મહેતાનું પાત્ર ભજવી રહ્યા છે. જે જેઠાલાલના પરમ મિત્ર અને ફાયરબ્રિગે઼ડ છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોએ 12 વર્ષની આ મુસાફરી દરમિયાન ઘણા ઉતાર-ચડાવ જોયા છે. ખાસ કરીને કોરોના બાદ ઘણી મુશ્કેલીઓ વેઠી છે. લોકડાઉન દરમિયાન શૂટિંગ બંધ રહ્યું હતું જે બાદ મહામારીની બીજી લહેરમાં મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂકાતા દમણના રિસોર્ટમાં સેટ ગોઠવવો પડ્યો હતો. આ પહેલા અંજલી ભાભનું પાત્ર ભજવી રહેલી નેહા મહેતા અને રોશનનું પાત્ર ભજવી રહેલો ગુરુચરણ સિંહ શો છોડીને જતા રહ્યા હતા. જે બાદ સુનૈના ફોજદાર અને બાલવિંદર સિંહે તેમને રિપ્લેસ કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,022FollowersFollow
2,810SubscribersSubscribe

TRENDING NOW