Monday, February 17, 2025
HomeGujaratCentral GujaratSG હાઈવેને અકસ્માત ફ્રી બનાવવા માટે આ નવી સિસ્મટ લાગુ કરાશે

SG હાઈવેને અકસ્માત ફ્રી બનાવવા માટે આ નવી સિસ્મટ લાગુ કરાશે

સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સરખેજથી ગાંધીનગરગ પાસે આવેલા ચિલોડા સુધીના 44 કિમીના હાઇવે પર ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સસિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોર લોકો માટે ખુલ્લો મૂક્યો છે. જેની ચર્ચા સમગ્ર અમદાવાદ સિટીમાં થઈ રહી છે. હવે આ હાઇવે પરથી પસાર થનારા વાહનચાલકોને સિટીની ટ્રાફિક સમસ્યાથી રાહત મળશે. આ ઉપરાંત ગાંધીનગર અને હિંમતનગર જવા માટે સિટીમાંથી જવાય તો પણ કોઈ મોટો ટ્રાફિક નહીં નડે.

સૌથી લાંબો એલિવેટેડકોરિડોર અમદાવાદનો આ કોરિડોર દેશમાં પાંચમા નંબરનો છે. જેને અકસ્માત ફ્રી બનાવવા માટે ખાસ પ્રકારનું પ્લાનિંગ કરાયું છે. જે સિસ્ટમ આવનારા દિવસોમાં લાગું થશે. જેમાં VMS વેરિએબલ મેસેજ સાઇન સિસ્ટમ તથા ATMS એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી દેવાશે. જેથી વાહનચાલકોને સ્પીડ, અકસ્માત અને રોડની સ્થિતિ અંગેની લેટેસ્ટ માહિતી મળી રહેશે. આ ઉપરાંત લાંબા બ્રીજ નીચે પાર્કિંગ સુવિધા પણ તૈયાર થશે.

એલિવેટેડ કોરિડોરની નીચે ગ્રેડ સેપરેટર અને આઈલેન્ડ, બાગાયત ઉછેર, સુવિધા ઊભી કરવામાં આવશે. એ ઉપરાંત કોન્ક્રીટ ક્રેશ બેરિયર્સ, મેટલ બીમ ક્રેશ બેરિયર્સ અને ફૂટપાથની પણ વ્યવસ્થા કરાશે. સર્વિસ રોડ તથા વરસાદી પાણીના નિકાલ માટે બ્રીજની નીચે ગટરની વ્યવસ્થા પણ કરાશે. ગાંધીનગર સોલા સિવિલ હોસ્પિટલ અને હાઈકોર્ટ જવા માટે તેમજ સોલા સિવિલ હોસ્પિટલ તથા હાઈકોર્ટથી ગાંધીનગર તરફ જવા માટે અનુક્રમે ઊતરતા અને ચઢતા રેમ્પ પણ બનાવવામાં આવશે. જેથી સર્વિસ રોડ પરનો ટ્રાફિક ઘટી જશે.

Gujarat deputy CM opens to public overbridge on SG Road | Ahmedabad News -  Times of India

13માંથી 7 ફ્લાયઓવર ચિલોડા સુધીના હાઈવે પર કાર્યરત થઇ ચૂક્યા છે. પાંચ બનવાના તૈયાર થઈ રહ્યા છે ત્યારે આ તમામ કામ પૂર્ણ થયા બાદ વાહનચાલકો નોનસ્ટોપ છેક ચિલોડા સુધી જઈ શકશે. એ પણ કોઈ ટ્રાફિકની અડચણ વગર. સરખેજથી ગાંધીનગર પણ નોનસ્ટોપ જઈ શકાશે. એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ વાહનચાલકોને બદલાતા હવામાનની વિગત આપશે. હાઈવે પર ટ્રાફિક અને અકસ્માતની રિયલ ટાઈમ માહિતી માટે સ્ક્રિન તૈયાર કરાશે. જેનાથી વાહનચાલકો તેમના વાહનની સ્પીડને કંટ્રોલ કરી શકશે તથા રોડની સ્થિતિની તાજી જાણકારી મેળવી શકશે. હાઈવે પર વાહનચાલકોએ કેટલી સ્પીડે વાહન ચલાવવું એનું ઈન્ડિકેટર પણ આ સિસ્ટમ બતાવશે. ઓવર સ્પીડે પસાર થતાં વાહનો પર ઓટોમેટિક નંબર પ્લેટ રીડરથી નજર પણ રાખી શકાશે. નેશનલ હાઇવે અને એક્સપ્રેસ હાઇવે પર વેરિએબલ સાઇન સિસ્ટમ ગોઠવેલી હોય છે. આ સિસ્ટમ પરથી વાહનચાલકોને સ્પીડ લિમિટ, સોશિયલ ઈવેન્ટ્સની જાણકારી એક LED સ્ક્રીન દ્વારા મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW