ઉત્તરાખંડના પહાડી વિસ્તામાં શિયાળું હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જેના કારણે ઉત્તર ભારતનું વાતાવરણ પલટાયું છે. ઉત્તરાખંડના જોશીમઠમાં હિમવર્ષા થઈ છે. હેમકુંડ સાહેબ અને ફ્લાવર વેલીમાં હવામાન પલટાયું છે. રસ્તા પર જાણે સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવા ચિત્રો જોવા મળ્યા છે. પહાડી વિસ્તામાં હિમવર્ષા થતા દિલ્હી તથા ઉત્તર પ્રદેશના શહેરમાં પારો ગગડ્યો છે. વહેલી સવાર કરતા રાત્રે ઠંડીનો જોર વધ્યું છે. જોકે, આવનારા 24 કલાકમાં ગુજરાતમાં પણ એની અસર વર્તાશે.
સોમવારે બદ્રીનાથમાં પણ હિમવર્ષા થઈ હતી. જેના કારણે સમગ્ર પ્રાંતમાં એકાએક શિયાળું અહેસાસ થયો હતો. બદ્રીનાથ સિવાય જોશીમઠમાં પણ હિમવર્ષાને કારણે માહોલ ઠંડો થયો છે. જેથી ચારધામ યાત્રામાં ગયેલા ભાવિકોને વધુ ઠંડી સહન કરવી પડશે. ઉત્તર ભારતમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. જેના કારણે હાઈવે પર જતા વાહનોની ગતિમાં ઘટાડો થયો છે. કોસી,સીમાંચલ અને પૂર્વ બિહારના ભાગલપુર બાંકા, લખીસરાય, જમુઈ, મુંગેર, ખગડિયા, મધેપુરા, પૂર્ણિયા, કટિહારમાં ધુમ્મસ જોવા મળ્યું છે. દેશના હવામાન વિભાગે જણાવ્યું કે, આવનારા દિવસોમાં ઠંડીને કારણે તાપમાન ઘટશે. ગુજરાતની વાત કરવામાં આવે તો વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે સવાર કરતા રાત્રી વધારે ઠંડી અનુભવાઈ રહી છે. ખાસ કરીને ગાંધીનગરમાં શિયાળાનું આગમન થઈ ગયું હોય એવો અહેસાસ થઈ રહ્યો છે.
આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે. પરંતુ હવે શિયાળા આવનારા સમયમાં પરચા બતાવો અને જબરદસ્ત ઠંડી પડે તેવી શક્યતાઓ છે. છેલ્લા બે દિવસથી સતત પારો ગગડી રહ્યો છે. જેના કારણે ઠંડી વધી રહી છે. પવનની સરેરાશ ઝડપ પણ 6થી 8 કિ.મી. પ્રતિ કલાક રહેતાં પરોઢે અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અહેસાસ થાય છે. ગુજરાતમાં મોટાભાગના શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જેમાં ગાંધીનગર, કેશોદમાં 14 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.