નવેમ્બરની મહિનાની શરૂઆત સાથે વાતાવરણમાં ઠંડીનો દૌર શરુ થઇ ગયો છે રાત્રીના સમયે તેમજ વહેલી સવારે હળવી ઠંડીનો અનુભવ થવા લાગે છે. રાત્રી દરમિયાન પારો ગગડીને 17 ડીગ્રી આસપાસ પહોચી રહ્યો છે.અને આ ઠંડીનો અનુભવ સવારે 8 વાગ્યા સુધી થાય છે. જે બાદ ધીમે ધીમે ગરમીનું જોર વધે છે. હાલ વાતાવરણમાં મિશ્ર ઋતુંનો અનુભવ થવા લાગ્યો છે. નવેમ્બરની શરૂઆતમાં જ જે રીતે ઠંડીનું જોર વધી રહ્યું છે.
આગામી દિવાળી પર્વ બાદ ઠંડીનું જોર વધશે.15 દિવસ બાદ શિયાળાની ઠંડીનો પણ અહેસાસ શરુ થવા લાગશે.આ સમય દરમિયાન અચાનક ધુમ્મસ ભર્યું વાતાવરણ પણ સર્જાઈ શકે છે જેના કારણે વિઝીબીલીટીમાં પણ ઘટાડો થવાની સંભાવના હાલ વાતાવરણમાં એકથી બે ડીગ્રી તાપમાન ઘટ્યું છે આગામી દિવસોમાં વધુ ઝડપથી પારો નીચે ગગડશે અને 15 ડીગ્રીથી પણ નીચે જવાની સંભાવના છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે
ખોરાક અને કપડામાં પરિવર્તન આવશે
શિયાળાની શરુઆત થતા સવારે હળવી ઠંડીનો અહેસાસ થવા લાગતા મોર્નીગ વોકમાં નીકળતા લોકોમાં વધારો જ્યારે રાત્રે ફરવા જતા લોકોમાં થોડો ઘણો ઘટાડો આવશે.હાલ દિવાળીનો સમય હોય જેના કારણે હાલ થોડી ઘણી ચહલ પહલ છે પણ દિવાળી બાદ તેમાં ઘટાડો આવી શકે છે.