પંજાબના મુક્તસર સાહેબ જિલ્લામાં આવેલા ખુબન ગામમાંથી એક અનોખી ઘટના સામે આવી છે. અહીં આવેલા મેરિઝ પેલેસમાં લગ્નની દોડધામ ચાલી રહી હતી. મહેમાનો છોકરી પક્ષના લોકોને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. ખાણી-પીણીનો માહોલ ચાલી રહ્યો હતો. આ દરમિયાન જાન આંગણે આવી પહોંચી. છોકરીવાળા એ ધ્યાન રાખતા હતા કે, જાનની સરભરામાં કોઈ કમી ન રહી જાય. કેટરિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હતું.
પરંતુ, પછી એવું થયું કે, છોકરીએ લગ્ન કરવાની ના પાડી હતી. જાન સાથે આવી પહોંચેલા દુલ્હેરાજાના હાલ જોઈને છોકરીને ગુસ્સો આવ્યો. છોકરીપક્ષ વાળાઓ પણ ચોંકી ગયા હતા. હકીકત એ હતી કે, દુલ્હેરાજા મિત્રોની નશીલી મહેફિલમાંથી સીધા આવ્યા હતા. પાર્ટીમાં ઓવર થઈ ગયું હતું. થોડા સમય બાદ તે બેહોશ થઈ ગયો હતો. આ વાતની જાણ થતા છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી અને જાન દુલ્હન વગર પાછી ફરી હતી. સોઢી લોપોકે ગામના યુવક સાથે લંબી વિસ્તારની એક છોકરીના લગ્ન નક્કી થયા હતા.
બપોરના સમયે જાન ખુબન પેલેસમાં આવી પહોંચી હતી. જ્યાં જાનને પોંખવાની હતી. જ્યારે છોકરીવાળાઓ દુલ્હેરાજાને વિધિ કરાવવા માટે આવ્યા ત્યારે વરરાજા નશાના ઓવરડોઝને કારણે બેહોશ થઈ ગયા હતા. લોકોએ કહ્યું કે, લગ્ન તૂટવાના દુઃખ કરતા એ વાતની ખુશી છે કે, છોકરીની જિંદગી બરબાદ થતા બચી ગઈ. બીજી તરફ ભાઈકા ચોકી પોલીસ સ્ટેશનમાંથી એવા પણ રીપોર્ટ મળ્યા હતા કે, આ અંગે કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.