HomeGujaratક્યારેય પાણી માટેનું ATM જોયું છે ખરા, આ ગામમાં કાર્ડ સ્વેપ કરો...

ક્યારેય પાણી માટેનું ATM જોયું છે ખરા, આ ગામમાં કાર્ડ સ્વેપ કરો ને પાણી મેળવો

સામાન્ય રીતે જ્યારે પણ એટીએમની વાત કરવામાં આવે ત્યારે આપણી નજર સામે પૈસા આપતું એક મશીન અંકિત થાય. જેમાં એક કાર્ડ સ્વેપ કરો એટલે એમાંથી પૈસા નીકળે. પણ ક્યારેય પાણી માટેનું એટીએમ જોયું છે ખરા? આ કોઈ વિદેશની ધરતી પર થયેલા મોટ ઈનોવેશનની વાત નથી. પણ આ તો કોઠાસુઝ અને કલ્પના પર મશીનરી વર્કની વાત છે. આપણા ગુજરાત રાજ્યમાં જ આવું એક મશીન છે. જે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મોટાઊભડા ગામે આવેલું છે.

છેલ્લા પાંચ ગર્ષથી ગામમાં મિનરલ વોટરનાં ઉપયોગથી ગામમાંથી રોગચાળાનેં સંપૂર્ણ જાકારો મળ્યો છે. સમરસ ગ્રામપંચાયતમાં વોટર એટીએમ ફીટ કરવામાં આવ્યુ છે. ગામનો કોઇપણ વ્યક્તિ હાલમાં 24 કલાકમાં ગમેં ત્યારે પોતાનું કાર્ડ સ્વેપ કરીનેં રૂ.5 માં 20 લિટર મિનરલ વોટર મેળવે છે. મોટા ઉભડા ગામની કુલ વસ્તી 1534ની છે. ગામમાંથી જામનગરની ઓઇલ લાઇન પસાર થાય છે. આથી ક્રેઇન ઇન્ડિયાથી જીવન અમૃત યોજના હેઠળ અંદાજે પાંચ વર્ષ અગાઉ રૂ. 20લાખનાં ખર્ચે તૈયાર થયેલું વોટર એટીએમ આ ગામનેં આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગ્રામજનોએ એક પાણી સમિતી બન‍ાવી હતી. ગામનાં દરેક ઘરનાં વડીલનેં સભ્ય બનાવી દરેકનેં એક કાર્ડ આપવામાં આવ્યું હતુ.

આ કાર્ડમાં પાણી સમિતી પાસે બેલેંસ કરાવ્યા બાદ ગામની કોઇપણ વ્યક્તિ દ્વારા પંચાયતમાં ફીટ કરેલા વોટર એટીએમમાં કાર્ડ સ્વેપ કરે તો એને રૂ. 5માં 20 લિટર આરોનું શુધ્ધ પાણી મળી જાય છે. આ વોટર એટીએમમાં બે મશીન મુકવામાં આવ્યા છે. જેમાં એક મશીનમાં કાર્ડ સ્વેપ કરે તો રૂ. 10 માં 20 લિટર એકદમ ઠંડુ મિનરલ વોટર મળે છે. જ્યારે બીજા મશીનમાં કાર્ડ સ્વેપ કરે તો રૂ.5 માં 20 લિટર પીવાલાયક મિનરલ વોટર મળે છે. છેલ્લા 5 વર્ષથી મોટા ઉભડ‍ા ગામમાં આ પ્રયોગથી ગામમાં રોગચાળાનેં સંપૂર્ણ જાકારો મળ્યો છે. આ વોટર એટીએમમાંથી રોજનાં 50થી વધુ કેરબા પાણી ભરાય છે. ગામની પાણી સમિતી એ આવકમાંથી જ એનો લાઇટ બિલ સહિતનો ખર્ચો ઉઠાવે છે. લગ્નગાળાની સીઝનમાં પણ લોકો આ વોટર એટીએમમાંથી જ પાણી લઇ જાય છે. અને આ મિનરલ વોટરના ઉપયોગથી ગામના તમામ પ્રકારના રોગચાળાને સંપૂર્ણ જાકારો મળ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW