પશુઓ ક્યારેક એવું કરી બેસે છે કે, એમાંથી એને મુક્તિ અપાવવામાં લોકોના પરસેવા પડી જાય છે. સૌરાષ્ટ્રના ઉપલેટાના પંચાતડી વિસ્તારમાં રસ્તા પર રખડતા આખલાએ સાયકલમાં પોતાનું મોઢું નાંખી દીધું હતું. સાયકલમાંથી મોઢું બહાર કાઢવા માટે તેણે ઘણા ધમપછાડા કર્યા હતા. પણ એને કોઈ રીતે મુક્તિ મળી ન હતી. આ રમૂજી સીન જોવા માટે આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સાયકલમાંથી એને છોડાવવા માટે લોકોને પરસેવો પડી ગયો હતો.
જેવું મોઢુ બહાર નીકળ્યું કે આખલો ઉભી પૂછડીએ ભાગ્યો હતો. સામાન્ય રીતે આખલા સાથે કોઈ છેડછાડ કરતું નથી. આ ઉપરાંત એના મારકણા સ્વભાવને કારણે લોકો એનાથી દૂર ભાગે છે. આખલાએ સાયકલમાંથી પોતાનું મોઢું કાઢવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. પણ સાયકલમાં મોઢું એવી રીતે ફસાઈ ગયું હતું કે, ગમે તેમ કરીને નીકળે એમ ન હતું. પછી થાકી ગયેલા આખલાએ પ્રયત્નો છોડી દીધા હતા. પછી તે શાંતિથી બેસી ગયો હતો. લોકોએ આખલા પર પાણી રેડતા તે શાંતિ થઈ ગયો હતો. પછી આખલાને મક્તિ અપાવવા માટે ઑપરેશન લોકોએ શરૂ કર્યું.
મહામહેનતે લોકોએ એનું સાયકલમાં ફસાઈ ગયેલું મોઢું કાઢ્યું હતું. લોકોને આ કામમાં પરસેવો છૂટી ગયો હતો. ઉપલેટાના રસ્તાઓ પર અવારનવાર આખલાઓ અડ્ડો જમાવીને બેઠા હોય છે. જે વાહનચાલકો માટે માથાનો દુખાવો સાબિત થાય છે. આવા આખલાઓને ગૌશાળામાં મોકલી દેવામાં આવે એવી લોકોએ માગ કરી છે. રસ્તાની વચ્ચે ઘણી વખત આખલા યુદ્ધ થતા લોકોના જીવ સામે પણ મોટું જોખમ ઊભું થાય છે. જેમાં લોકોના વાહનોને પણ મોટું નુકસાન થાય છે.