બોલિવૂડની અભિનેત્રી ઈશા ગુપ્તાએ તાજેતરમાં પોતાની સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો હતો. જેમાં ફિલ્મ જગતમાં રહેલા કેટલાક ડાયરેક્ટર્સ વિશે વાત કહી હતી. ઘણા વર્ષોથી ઈશા બોલિવુડમાં સક્રિય રહી છે. ઈશાએ કહ્યું કે, એક વખત ફિલ્મ ડાયરેક્ટરે એને ગાળો દીધી હતી. પણ આ સ્થિતિને ખૂબ જ આરામથી ટેકલ કરવામાં આવી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ પણ વસ્તું મેળવવી સરળ નથી. ઘણી વખત નામ બનાવવા માટે એક્ટરે ઘણો ભોગ દેવો પડે છે. ઘણી વખત સેલેબ્સને ઘણી એવી ઘટનાઓ પર ઉલ્લેખ કરતા હોય છે.
આ સાંભળી ઈશાના ફેન્સ પણ ચોંકી ઊઠશે. ઈશા ગુપ્તાએ પોતાની સાથે જોડાયેલો એક કિસ્સો પણ શેર કર્યો છે. ઈશાએ કહ્યું કે, જ્યારે ફિલ્મ ડાયરેક્ટરે મને ગાળો ભાંડી હતી ત્યારે હું સેટ છોડીને જતી રહી હતી. જ્યાં સુધી એને માફી ન માગી ત્યાં સુધી પરત આવી ન હતી. બે દિવસ પછી ફિલ્મ ડાયરેક્ટરે મારી માફી માગી હતી. એક વખત મારા કોસ્ચુયમમાં ઈસ્યુ હતો. આ વાત મને જણાવવામાં આવી ન હતી. ફિલ્મ ડાયરેક્ટરે પણ કહી ન હતી. જ્યારે હું સેટ પર પહોંચી ત્યારે ફિલ્મ ડાયરેક્ટરે મને ગાળો દેવાનું શરૂ કરી દીધું. એ સમયે એને એવું લાગ્યું કે, હું જાણી જોઈને મોડી આવી છું. ડાયરેક્ટરે મને હિન્દીમાં કંઈક કહ્યું અને એણે મને જોઈ. એવું પણ કહ્યું કે, તું લેટ આવી છે. પણ હું શાંત રહી. કારણ કે હું શાંત રહેવામાં જ વિશ્વાસ રાખું છું. પછી મેં કહ્યું હું મોડી નથી આવી, આઉટફિટમાં ઈસ્યુ હતા. મારી ભૂલ ન હતી. તેમ છતાં મને ગાળો દેવામાં આવી હતી. મેં કહ્યું હવે બસ. બહુ થઈ ગયું. પહેલી વખત હું શાંત રહી પણ બીજી વખત મેં પાછું વળીને એને કહી દીધું, મેં કહ્યું, મારી સાથે આવી રીતે વાત ન કરતા અથવા આ પ્રકારની વર્તણૂંક પણ ન કરતા.પછી હું ત્યાંથી જતી રહી હતી.
પછી ઈશા પોતાની કારમાં બેસીને ત્યાંથી નીકળી ગઈ હતી. જેવી હું ગાડીમાં બેઠી પ્રોડ્યુસર અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરના ફોન આવવાના શરૂ થઈ ગયા. તેઓ મારી માફી માગી રહ્યા હતાા. પણ ઈશાને તો આ માફી ફિલ્મ ડાયરેક્ટર પાસેથી જોઈતી હતી. બે દિવસ પછી ફિલ્મ ડાયરેક્ટરે એની પાસે માફી માગી હતી. છેલ્લે એની ફિલ્મ નકાબ આવી હતી. જોકે, તે પોતાના સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. આ ફિલ્મ ડાયરેક્ટરનું નામ કે ફિલ્મનું નામ પણ તેણે જાહેર નથી કર્યું.