રાજ્ય પોલીસ કર્મચારીઓનાં ગ્રેડ પે વધારવા શોશ્યલ મીડિયા પર આંદોલન શરુ થયું હતું જે બાદ પોલીસ કર્મીઓના પરિવારજનોએ ગાંધીનગર ખાતે દેખાવ કરતા રાજ્ય સરકાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. આ આન્દોલન હવે ધીમે ધીમે અલગ અલગ જીલ્લામાં પણ પ્રસરી રહ્યું છે. ગાંધીનગર ખાતે ચાલી રહેલા આંદોલનની આગ કચ્છમાં પણ ફેલાઈ છે. ગઈકાલે ભુજ શહેરના 36 ક્વાર્ટર પોલીસ વસાહત પાસે પોલીસ પરિવાર દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું તો ગુરુવારે શહેરના મુખ્ય વિસ્તાર જ્યુબિલિ સર્કલ પર ચક્કાજામ કરાયું હતું.મહિલાઓ અને બાળકો દ્વારા કરાયેલા ચક્કાજામ થકી સર્કલની જોડતા તમામ રસ્તાઓ પર લાંબા ટ્રાફિકજામ સર્જાયા હતા. પોલીસ અધિકારી દ્વારા અનેક વખત સમજાવ્યા બાદ આખરે મોરચા દ્વારા પોલીસ અધિક્ષક ની કચેરી સુધી રેલી યોજી અધિક્ષક સમક્ષ રજૂઆત કરાઈ હતી.