રીબ્રાંડના પ્લાનિંગ હેઠળ ફેસબુકએ કંપનીનું નામ બદલી નાખ્યું છે. ફેસબુકને હવે મેટા નામથી દુનિયાભરમાં ઓળખાશે. ફેસબુકના ફોર્મર સિવિક ઇંટીગ્રિટી ચીફ, સમિધ ચક્રવતીએ આ નામની ભલામણ કરી હતી. meta.com હાલમાં meta.org પર કામ કરે છે. જોકે ચેન જુકરબર્ગ ઇનિશિએટિવ હેઠળ ડેવલોપ એક બાયોમેડિકલ રિસર્ચ ડિસ્કવરી ટૂલ છે.
ફેસબુકને મેટાવર્સ કંપની તરીકે રજૂ કરવાના પ્લાનિંગ હેઠળ રિબ્રાંડિંગ કરવામાં આવ્યું છે. ફેસબુક પોતાની વર્ચુઅલ દુનિયા મેટાવર્સ માટે આ વર્ષે 10 બિલિયન ડોલર ઇન્વેસ્ટ કરી રહી છે. આ ફેસબુકનું વર્ચુઅલ અને ઓગમેંટ રિયલ્ટી જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક નવા વર્ચુઅલ એનુભવનો પહેલો તબક્કો છે. કંપની પોતાના ફેસબુક રિયલ્ટી લેબ્સ પર કરોડો ડોલરનો ખર્ચ કરશે. જેને આ મેટાવર્સ ડિવીઝને AR અને VR હાર્ડવેર, સોફ્ટવેર અને કન્ટેન્ટ બનાવવાની જવાબદારી સોંપાઈ છે.