કોરોનાકાળ બાદના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજા સૌથી મોટો વિદેશ પ્રવાસ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 દેશોના રાષ્ટ્રવડાઓની બેઠકમાં હાજરી આપવા ઈટાલીની રાજધાની રોમ પહોંચી ગયા છે. તેઓ હવે ક્રિશ્ચીયન સમુદાયના સર્વોચ્ચ ધાર્મિક વડા પોપ ફ્રાન્સીસને સાથે ખાસ મુલાકાત કરશે.
આ માટે તેઓ વેટીકન જશે. દેશના વડાપ્રધાન પદ પર આવ્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ઈટાલીના પ્રવાસે પહોંચ્યા છે. ખાસ કરીને અફઘાનિસ્તાનની બદલાયેલી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન તેમની આ મુલાકાતમાં સભ્ય દેશો સાથે કરશે. આતંકી ટ્રેડીંગ સીમા પારના ત્રાસવાદ જેવા મહત્વના મુદાઓ પર તેઓ ચર્ચા વિચારણા કરશે. એકંદરે કોરોના બાદની સ્થિતિમાં વૈશ્ચિક અર્થતંત્રને ફરી મજબૂત કરવા માટેના સહયોગના પ્રયાસોની ચર્ચા કરશે.
Landed in Rome to take part in the @g20org Summit, an important forum to deliberate on key global issues. I also look forward to other programmes through this visit to Rome. pic.twitter.com/e4UuIIfl7f
— Narendra Modi (@narendramodi) October 29, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.29થી 31 ઓકટોબર સુધી ઈટાલીમાં રોકાણ કરશે. પછી બ્રિટનના ગ્લાસગો શહેર પહોંચશે. જયાં ગ્લોબલ વોર્મિંગ પર સંયુક્ત રાષ્ટ્રસંઘની કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ-26 બેઠકમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદીનો આ પાંચ દિવસનો પ્રવાસ અનેક આંતરરાષ્ટ્રીય ઈવેન્ટથી ભરપુર રહેશે. તેઓ આ ગાળામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ઈટલીના વડાપ્રધાન મારીયો દાગી, બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસન સાથે દ્વીપક્ષી મંત્રણા પણ ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ ભારતમાંથી રવાના થતા પુર્વે એક ટવીટ કરીને 2021થી કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ-26 બેઠકમાં ભાગ લેવા મુદ્દે વાત કહી હતી.
વિશ્વના 120 દેશોના રાષ્ટ્રવડા તથા પ્રતિનિધિઓ સાથે પર્યાવરણ સંબંધી મહત્વની ચર્ચા કરશે. ગ્લાસગોમાં વડાપ્રધાન બ્રિટન વડાપ્રધાનની હાજરીમાં વનસન (સુર્ય) વન વર્લ્ડ વન ગ્રીડ (વિજળી)ની યોજનાનો પણ શુભ આરંભ કરશે. જેમાં વિશ્વના દેશો તેમના વીજળીના ગ્રીડનું જોડાણ કરીને વિશ્વમાં કાર્બન ઉત્સર્જન તથા પર્યાવરણ સંબંધી ચિંતામાંનો ઉકેલ મેળવશે. વડાપ્રધાન મોદી તા.2 નવેમ્બરના રોજ ભારત પરત આવશે.