અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
એક તરફ ડ્રગ્સના નશાના કારણે યુવાધન બરબાદ થઇ રહ્યું છે. જેના પર સરકાર એક તંત્રનો કોઈ કાબુ નથી રહ્યો આવા સમયે એક ડ્રગ્સ એડીકટ યુવતી યુવાન માટે હવે મિશાલ બનવા જઈ રહી છે.આ યુવતી ડ્રગ્સના નશામાં એટલી બધી ઘેરાઈ ગઈ હતી કે તેને આર્થિક અને સામાજિક રીતે ઘણું બધું ગુમાવાનો વારો આવ્યો હતો. કોલેજ શિક્ષણ,પરિવાર અને લગ્નજીવન પણ ખોઈ બેઠી હતી. જોકે હવે તેને આ ડ્રગ્સને કાયમી માટે છોડવાની સાથે સાથે પોતાની કારકિર્દીને યોગ્ય દિશા આપવાનું નક્કી કર્યું છે. હાલ યુવતી ફીનીક્સ પક્ષીની જેમ બેઠી થયેલી યુવતી આજે એથ્લેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ કરી રહી છે.અને આગામી સમયમાં આવી રહેલી પોલીસ ભરતી માટે તૈયારી શરુ કરી છે.
આ અંગે યુવતીએ જણાવ્યું હતું કે 16 વર્ષની ઉમરથી નશાની લત લાગી હતી.જેના કારણે જિંદગી નાની ઉમરે દોઝખ બની હતી. જયારે મને પોલીસે ડ્રગ્સ એકમાં પકડી ત્યારે મને ખબર ન હતી કે મારું શું થશે?પણ પોલીસે મારું કાઉન્સેલિંગ કરાવ્યું મનોચિકિત્સક સાથે સીટીંગ થતા ધીમે-ધીમે ભય દુર થયો. મે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે ક્લાસ શરુ કર્યા અને હવે આગામી લોક રક્ષક પરિક્ષા માટે મને મહિલા પોલીસના એથ્લીટસ ગ્રાઉન્ડ પ્રેક્ટીસ કરાવી રહ્યા છે. નશાની દુનિયામાં હતી ત્યારે મને કઈ ખબર જ ન હતી.આજે બધાને મળું છું ત્યારે સારું લાગે છે હું સેવાય બીકોમ સુધી ભણી હતી પણ નશાને કારણે મારે કોલેજ છોડવી પડી હતી હવે ગ્રેજ્યુંએશન પૂર્ણ કરીશ અને મારું સ્વપ્ન પીએસઆઈ બનવાનું છે તે પૂર્ણ કરીશ.